ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે મોટો નિર્ણય લેતા આઈપીએલની ૧૨મી સિઝનમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે. મેક્સવેલ સિઝન-૧૧મા દિલ્હી ડેયરડેવિલ્સની ટીમમાં સામેલ હતો, જેનું નામ હવે બદલીને દિલ્હી કેપિટલ કરી દેવામાં આવ્યું છે.
મેક્સવેલ સિવાય ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિન્ચે પણ આઈપીએલની સિઝન-૧૨માથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે. ફિન્ચ ગત વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ તરફથી મેદાનમાં ઉતર્યો હતો. આ બંન્ને ખેલાડીને ટી-૨૦ ક્રિકેટના સૌથી મોટા ખતરનાક ખેલાડી માનવામાં આવે છે.