લોકરક્ષક દળની પરીક્ષા ૬ જાન્યુઆરીએ યોજાશે : ટૂંક સમયમાં કોલલેટર ઈશ્યુ થશે

782

હવે લોકરક્ષક દળની પરીક્ષા ૬ જાન્યુઆરીએ યોજાશે. તેવી માહિતી ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયે આપી છે. તેમજ ટૂંક સમયમાં ઉમેદવારોને કોલલેટર પણ ઈશ્યુ કરાશે.

ન્ઇડ્ઢની પરીક્ષા ૬ જાન્યુઆરી ૨૦૧૯ને રવિવારે યોજાશે. તથા ઉમેદવારોને આવવા જવા જી્‌માં મુસાફરી વિનામૂલ્યે કરવાની રહેશે. આ વખતે પરિક્ષા પારદર્શી ફૂલપ્રુફ અને કડક બંદોબસ્ત વ્યવસ્થા વચ્ચે યોજાશે.

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે ૨ ડિસેમ્બર-૨૦૧૮ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના ૮.૭૫ લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી હતી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.

જેથી રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષા ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો.

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. ૬ જાન્યુઆરી, ૨૦૧૯ રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે.

Previous articleગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હોસ્પિટલમાંથી રજા અપાઈ
Next articleરાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ દાદાના શરણે, મહાદેવની પૂજા-અર્ચના કરી