જેનિફર લોરેન્સ  ડાર્ક ફોનિક્સમાં હવે રહેશે

934

હોલિવુડની સૌથી મોટી સ્ટાર પૈકીની એક અને ઓસ્કાર એવોર્ડ જીતી ચુકેલી ખુબસુરત જેનિફર લોરેન્સના ચાહકો માટે સારા સમાચાર છે.  તે હાલમાં અમેરિકન સુપર હિરોની ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે.  તે ફરી એકવાર એક્શનથી ભરપુર ફિલ્મ કરી રહી છે. તેની ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો તે હમેંશા શાનદાર રોલ કરીને ચાહકોને પ્રભાવિત કરતી રહી છે. હાલમાં જેનિફરની ફિલ્મ રેડ સ્પેરોના ટ્રેલરને લોંચ કરવામાં આવ્યા બાદ તેની સતત ચર્ચા જોવા મળી રહી છે. ફિલ્મમાં તે લીડ રોલમાં નજરે પડી હતી. આ રીતે તે હંગર ગેમ્સ બાદ ફરી એકવાર દિલધડક એક્શન સીન કરતી નજરે પડી હતી. ડાર્ક ફોનિક્સ નામની સુપરહિરોની ફિલ્મમાં  ખતરનાક સ્ટન્ટ સીનથી ચાહકો રોમાંચિત થઇ જશે. તેની છેલ્લી  ફિલ્મ રેડ સ્પેરો જસ્ટીન હેથની નવલકથા રેડ સ્પેરો પર આધારિત હતી. ફિલ્મના નિર્દેશક તરીકે ફ્રાન્સિસ લોરેન્સ  હતા.  આની સાથે જ ફિલ્મમાં જેનિફર ઉપરાંત જોએલ રિચર્ડસન, મતિયાસ , જેરમી આયરન્સ જેવા કલાકારો હતા. સુપરહિરોની ફિલ્મનુ ઝડપથી શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. ફિલ્મને વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે.  લોરેન્સ હોલિવુડની સૌથી મોંઘી અને મોટી સ્ટાર પૈકીની એક છે. ટોપ સુપરસ્ટાર જેનિફરની છેલ્લી ફિલ્મનુ શુટિંગ હંગેરી, વિયના, લંડન અને સ્લોવેકિયામાં કરવામાં આવ્યુ હતુ.  જેનિફર ફિલ્મમાં રશિયન જાસુસની ભૂમિકામાં રેડ સ્પોરોમાં દેખાઇ હતી.જે અમેરિકી ઇન્ટેલિજન્સ સીઆઇએમાં કામ કરનાર એક એજન્ટના પ્રેમમાં પડે છે. લોરેન્સ  કરોડો ચાહકો વિશ્વમાં ધરાવે છે.તેની નવી ફિલ્મને લઇને હવે ઉત્સુકતા છે.

Previous articleઝરીન ખાને પોતાની ભૂતપૂર્વ મેનેજર સામે ફરિયાદ નોંધાવી
Next articleગુંજન ઉતરેજાના જન્મદિવસ પર સિતારાઓ ઉમટી પડ્યા!