ધોરણ ૧થી ૯નાં તમામ વિદ્યાર્થીઓને પાસ જ કરી દેવા અયોગ્ય : શિક્ષણમંત્રી

686

પોરબંદર ખાતે ’રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું યોગદાન’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતા. સેમિનાર સ્પિચ દરમિયાન ભૂપેન્દ્રસિંહે રાજ્યના શિક્ષકોને કેટલાક આકરા શબ્દો કહ્યાં હતા.

પોરબંદરમાં વી જી મોઢા કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલિમ ભવન દ્વારા આયોજીત રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું યોગદાન વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં હાજર રહેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની સ્પિચમાં શિક્ષકોનો ઉધળો લેતા જણાવ્યું કે શિક્ષકો શાળામાં પોતાના જ બાળકોને ભણાવતા હોય તેવો ભાવ રાખવો જોઇએ. જેમ પરિણામ ન આવે તો ખાનગી શાળામાંથી શિક્ષકોને કાઢી મૂકવામાં આવે છે તેવી રીતે સરકારી શાળામાં પણ આવી સિસ્ટમ શરૂ કરવા મજબૂર ન કરશો.

વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં સંવેદના સાથે સેલ્ફ ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનો ફાળો ખૂબ જ મહત્વનો છે. આજના સમયમાં પર સ્ત્રી માત સમાન હોય તેવી ભાવનાની ખાસ જરૂર છે.

વધુમાં મુખ્યમંત્રી ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યની સરકારી શાળામાં ધોરણ ૧થી ૯ સુધી વિદ્યાર્થીઓને પાસ જ કરી દેવાનો નિયમ મને અયોગ્ય લાગે છે. વિદ્યાર્થીઓની પરીક્ષા લઇને નપાસ પણ કરી શકાય. આ સમગ્ર મામલે અમે કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી.

Previous articleઆયુષ્યમાન ભારત’ના અમલીકરણમાં ગુજરાત મોખરે, ૨.૫ કરોડ લાભાર્થીને બાયોમેટ્રિક કાર્ડ
Next articleઅમદાવાદ હાઈ-વે પર બંદુકના નાળચે ૧ કરોડની લૂંટ