ભાવનગર નાગરિક સહકારી બેંકની શુભેચ્છા મુલાકાતે શંકરસિંહ વાઘેલા

1109

ભાવનગર નાગરિક સહકારી બેંકની શુભેચ્છા મુલાકાતે તાજેતરમાં પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા હતા અને બેંકની હેડઓફીસ બિલ્ડીંગનું નિરીક્ષણ કરી બેંકની કામગીરી અને પ્રગતિની મુકત અને પ્રશંસા કરી હતી.

બેંકના ચેરમેન જીતુ ઉપાધ્યાયે શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કરી બેંકમાં અગાઉ ર૦૧પના વર્ષમાં તેઓ ઈનામ વિતરણ સમારોહમાં આવ્યા હતા, તે પ્રસંગના સંસ્મરણો તાજા કરી વાઘેલાની આ બેંક પ્રત્યેની લાગણી, સહકાર અને શિષ્ટાચારની પ્રશંસા કરી હતી. શંકરસિંહ વાઘેલાએ પ્રતિભાવ આપતા હાલમાં રાષ્ટ્રિયકૃત બેંકોનું વાતાવરણ કેટલાક બનાવોથી બગડયું છે. તે સંજોગોમાં આ સહકારી બેંકે ઈમાનદારી અને કાર્યક્ષમતાથી પ્રગતિ કરી છે તે બાબતને બિરદાવી. જીતુભાઈ અને તેની ટીમને ભવિષ્યમાં સુરતમાં શાખાઓ ખોલવી હોય કે કોઈપણ કામ હોય પોતાનો પુરો સહયોગ મળી રહેશે તે ખાત્રી આપી હતી. શંકરસિંહ વાઘેલાએ મોરારજીભાઈની પ્રતિમા અને તૈલચિત્રને વંદ કરી વેણીભાઈ પારેખ સભાખંડ સહિત બેંકના તમામ વિભાગોનું પણ નિરીક્ષણ કર્યુ હતું. આભારવિધી બેંકના વાઈસ ચેરમેન મહેન્દ્રભાઈ બારૈયાએ તેમની આગવી શૈલીમાં કરી હતી. આ શુભેચ્છા મુલાકાત સમયે કિશોરસિંહ સોલંકી, હિરેનભાઈ જાની, રામદેવસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા, કમલેશભાઈ ત્રિવેદી, હેમંતસિંહ ગોહિલ, બિપીનભાઈ શાસ્ત્રી તેમજ બેંકના ડિરેકટરો પુર્ણન્દુ પારેખ, ધીરૂભાઈ કરમટીયા, પ્રવિણભાઈ પોંદા, દર્શનાબહેન જોશી, તેમજ બેંકના ડિરેકટરો પુર્ણેન્દુ પારેખ, ધીરૂભાઈ કરમટીયા, પ્રવિણભાઈ પોંદા, દર્શનાબહેન જોશી, ચૈતાલીબહેન પટેલ, અલીયારખાન તેમજ જી.એમ. વેગડ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleઆવાસ યોજનાના ફોર્મ માટે લાઈનો
Next articleદામનગરના તુટેલા સંપનો કાટમાળ કાઢ્યા વગરલોકોને વિતરણ કરાતું ગંદુ પાણી