કાળીયાબીડમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં પ૬૮ અરજીનો નિકાલ

987

ભાવનગર મહાપાલિકા દ્વારા આજરોજ ચોથા તબક્કાનો ૧૩મો સેવા સેતુ કાર્યક્રમ ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા વીસ્તારના કાળીયાબીડ વોર્ડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૮૩, મારૂતી યોગાશ્રમ પાસે, કાળીયાબીડ, ભાવનગર ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, ડે. મેયર અશોકભાઈ બારૈયા, નિલેશભાઈ રાવલ, કુલદિપસિંહ ચુડાસમા, કોર્પોરેટર પરેશભાઈ પંડયા, ધીરૂભાઈ ધામેલીયા, બિનાબા રાયજાદા, શારદાબેન મકવાણાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ વેગવાન બનાવ્યો હતો. ગુમાસ્તા ધારા હેઠળના લાયસન્સ્‌, આવકનો દાખલો, સોંગદનામું, રેશનકાર્ડ, આધારકાર્ડ, માં અમૃતમ કાર્ડ, નિરાધાર વૃધ્ધ સહાય, આરોગ્યલક્ષી સેવાઓ વગેરે વિવિધ સેવાઓ સંબંધિત પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો. જેમાં આશરે પ૬૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Previous articleઘોઘા રોડ પુલ પાસે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા
Next articleકુંભારવાડા નારી રોડ પર એક વર્ષથી ચાલતા રોડના કામથી રહિશો ત્રાહીમામ