આજરોજ એસઓજી શાખાના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહિતી મેળવતા હતા દરમ્યાન સ્ટાફના સોહીલભાઈ ચોકીયા તથા યોગેન્દ્રસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે અરવલ્લી જીલ્લાના મેઘરજ પો.સ્ટે.ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શૈલેષભાઈ ભીખાભાઈ કટારા (ઉ.વ.રપ) રહે. હાલ, એકતા સોસાયટી, મેલડી માના મંદિર પાસે મહુવા વાળાને મહુવા-રાજુલા હાઈવે ઉપરથી ઝડપી પાડી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.