બોલિવુડના દબંગ ખાન કહેવતા સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરિના કૈફના સંબંધો કોઇનાથી છૂપાયા નથી. બંને સ્ટાર્સ લાંબા સમયથી એકબીજાના સારા મિત્રો છે, સાથે ફિલ્મ ’ભારત’ પણ કરી રહ્યા છે. ઘણીવખત બંને સાથે જોવા મળ્યા છે. જોકે એકબીજા સાથે હોવા છતાં બંને ક્યારેય તેના પર વાત નથી કરી, જોકે કેટરિના કૈફે હવે પોતાના રિલેશનને લઇને ઘણા ખુલાસા કર્યા છે.
તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ જણાવ્યુ કે, સલમાન ખાન તેનો સૌથી સારો મિત્ર હંમેશા રહેશે. જોકે સાથે જ કેટરિનાએ ખુલાસો કર્યો કે તેને સલમાનની એક આદત જરાય પસંદ નથી. કેટરિનાએ જણાવ્યુ કે, ’’તે ઘણા દિવસો સુધી મારી સાથે વાતો નથી. ઘણી વખત તો મહિનાઓ જતા રહે છે, સલમાનની આ આદત મને જરાય પસંદ નથી.’’
ઈન્ટરવ્યૂમાં કેટરિનાએ આગળ જણાવ્યું કે, ’’સલમાન ભલે વાત ન કરે પરંતુ જ્યારે પણ તે અપસેટ હોય છે ત્યારે સલમાન તેની સામે આવી જાય છે. કેટરિનાએ કહ્યુ કે, તેના માટે ચોંકાવનારી વાત છે તેના અપસેટ થવાની વાત કોઈને ખબર નથી હોતી તેમ છતાં સલમાનને ખબર પડી જાય છે. ’’
જણાવી દઇએ કે, કેટરિના કૈફ હાલમાં સલમાન ખાનની સાથે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ’ભારત’ નું શૂટિંગ કરી રહી છે. આ સિવાય શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ’ઝીરો’માં પણ કેટરિના કૈફ જોવા મળશે, જે ૨૧ ડિસેમ્બરના જોવા મળશે.
ઘણીવખત બંને સાથે જોવા મળ્યા છે. જોકે એકબીજા સાથે હોવા છતાં બંને ક્યારેય તેના પર વાત નથી કરી, જોકે કેટરિના કૈફે હવે પોતાના રિલેશનને લઇને ઘણા ખુલાસા કર્યા છે.