જાફરાબાદના લોઠપુર ગામે પુનાભાઈ ભીલ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

917
guj26112017-0.jpg

જાફરાબાદના લોઠપુર ખાતે પુનાભાઈ ભીલ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ દરેક સમાજના આગેવાનો તેમજ હીરાભાઈ સોલંકીનો સન્માન કાર્યક્રમ તેમજ હનુમાનજી મહારાજનો મહાપ્રસાદ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયું હતું.
જાફરાબાદના લોઠપુર ગામે જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ દ્વારા સર્વજ્ઞાતિ આગેવાનોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો તેમજ હનુમાનજી મહારાજનો મહાપ્રસાદ, સત્યનારાયણ ભગવાનની કથાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે હીરાભાઈ સોલંકીનો સર્વજ્ઞાતિ જનોના આગેવાનો દ્વારા સત્કાર સન્માનનો કાર્યક્રમ યોજી સન્માનિત કર્યા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, ભાજપ પ્રમુખ દિનેશભાઈ, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, વઢેરા મસરીભાઈ, તાલુકા સદસ્ય બાબરકોટથી ડાહ્યાભાઈ, મીતીયાળાથી ચંદુભાઈ સરપંચ ભાણા આતા કાગવદર સરપંચ મહીપતભાઈ જ્ઞાતિ આગેવાન ટપુભાઈ, બાલાનીવાવ સરપંચ પહુભાઈ તથા પ્રતાપભાઈ અને લોઠપુર ગામ આગેવાન ધીરૂભાઈ ખુમાણ રાણા આતા સરપંચ સહિત છેક વીસળીયા સુધીના દરેક જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleચૂંટણી ખર્ચ અને મીડિયા પ્રમાણીકરણ અંગે ઉમેદવારો, ચૂંટણી પ્રતિનિધિઓને માહિતગાર કરવા બેઠક સંપન્ન
Next articleચીકી-સાનીની બજાર ગરમ