સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો

722

અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે ઠંડીનું મોજુ જોવા મળી રહ્યું છે. આજે પણ સવારના ગાળામાં ઠંડીનો ચમકારો રહ્યો હતો. આજે સૌથી વધારે ઠંડીનો અનુભવ વલસાડ અને નલિયામાં થયો હતો જ્યારે અમદાવાદમાં પારો ૧૪.૧ ડિગ્રી રહ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આગામી દિવસોમાં પારો હજુ પણ ગગડી શકે છે. આજે સૌથી વધારે ઠંડીનો અનુભવ વલસાડમાં થયો હતો જ્યાં લઘુત્તમ તાપમાન ૧૨.૧ નોંધાયું હતું. જ્યારે નલિયામાં પારો ૧૨.૪ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ રહેશે.  હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જો કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે નહીં. જો કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.

ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફારની સ્થિતિ રહેશે નહીં. બીજી બાજુ મેદાની ભાગોમાં તાપમાનમાં ફેરફાર થઇ શકે છે. રાજસ્થાનના માઉન્ટ આબુ અને અન્ય વિસ્તારોમાં કાતિલ ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. તેની અસર પણ દેખાઈ રહી છે.

Previous articleરવી પાકના વાવેતરમાં ૨૯ ટકાનો ઘટાડોઃ પાણીની તંગીથી ઉત્પાદન ઘટવાનો ભય
Next articleકેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને યુવકે જાહેરમાં જ ગાલ પર થપ્પડ ઝીંકી દીધી