તેલંગાનામાં વિધાનસભાની ૧૧૯ સીટો માટે ૭ ડિસેમ્બરે મતદાન થયા બાદ હવે ૧૧ ડિસેમ્બરે આવનારા પરિણામની રાહ જોવાઈ રહી છે. મતદાન બાદ એક્ઝિટ પોલના અનુમાનોમાં રાજ્યના મુખ્યમંત્ર કે.
ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાના રાષ્ટ્ર સમિતિ (નજી)ને બહુમત મળતું હોય તેવું લાગી રહ્યું છે. જોકે, ભાજપે પોતાને હજુ પણ રેસની બહાર નથી માની. તેલંગાના ભાજપે કેસીઆરને ઓફર આપી છે કે જો તેઓ અસુદદ્દીન ઓવૈસની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્મિમીન (છૈંસ્ૈંસ્)ની સાથે જવાનો નિર્ણય છોડી દે તો, ભાજપ તેમની સાથે હાથ મેળવવા તૈયાર છે.
એક્ઝિટ પોલ્સના અનુમાનો મુજબ, તેલંગાનામાં ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસને ૧૧૯ સીટોમાંથી ૬૭ સીટો મળી શકે છે, જ્યારે કોંગ્રેસ તથા અન્યને ૩૯, ભાજપને ૫ અને અન્યને ૮ સીટો મળવાનું અનુમાન છે. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ બંનેની પાસે ગુમાવવા માટે કંઈ ખાસ નથી, પરંતુ જીતવા માટે ઘણું બધું છે. જો કેસીઆરની પાર્ટી બહુમતના આંકડાથી દૂર રહી જાય છે તો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પોતપોતાના રાજકીય સમીકરણ સાધવામાં પાછળ નહીં હટે.
તેલંગાના ભાજપ અધ્યક્ષ કે.લક્ષ્મણે દાવો કર્યો કે રાજ્યમાં હાલની સ્થિતિ એવી છે કે કોઈ પણ પાર્ટી ભગવા પાર્ટીના સમર્થન વિના સરકાર નહીં બનાવી શકે. તેઓએ કહ્યું કે, જો કેસીઆર બહુમતથી દૂર રહે છે તો ભાજપ તેમને સપોર્ટ કરવા તૈયાર છે, પરંતુ અમારી એક શરત છે. ભાજપનો સાથ મેળવવા માટે કેસીઆરને ઓવૈસીનો મોહ છોડવો પડશે.