શહેરના તળાજા રોડ, ટોપ થ્રી સર્કલ પાસે, ગોપાલ આર્કેડ ખાતે સોમનાથ હેલ્થ કેર ગૃપ સંચાલિત પલ્સ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને મહાદેવ ફાર્મસી વી પેથ લેબોરેટરી સંતો-મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થીતિમાં આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો.
પૂ. સીતારામબાપુ તથા પૂ. ભક્તિ સંભવદાસજી સ્વામિના આર્શિવચન અને રાજકીય, સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં હોસ્પિટલનું ઉદ્દઘાટન ગોપાભાઈ નાગજીભાઈ બારૈયાના હસ્તે કરવામાં આવ્યું. હતું. આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, જિ.પં. પ્રમુખ વક્તુબેન મકવાણા, સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, જિ.પં. સદસ્ય નિર્મળાબેન ઈશ્વરભાઈ જાની, અંધ ઉદ્યોગ શાળાના લાભુભાઈ સોનાણી, નાગરિક બેંકના જીતુભાઈ ઉપાધ્યાય, મહેન્દ્રભાઈ બારૈયા સહિત ઉપસ્થિત રહ્યા હતાં.
૧૦૦ બેડની સુવિધા ધરાવતી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં વિવિધ વિભાગના નિષ્ણાંત તબીબો ડો. જાગૃતિ એસ.રમણા, ડો. રવિ મારડીયા, ડો. વિશાલ બોરીચા, ડો. નેન્સી ધાંધલ્યા, ડો. ગૌત્તમ બારૈયા, ડો. અશ્વિન દવે, ડો. જિનલ શાહ, ડો. જયેશ સથવારા, ડો. હેતલ લિંબાણી, ડો. રીટા ધાંધલ્યા તેમજ ડો. ધવલ કે. બારૈયા સેવા આપશે. હોસ્પિટલના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત આગેવાનોએ શુભેચ્છા આપી હતી. જયારે સોમનાથ હેલ્થ કેર ગ્રુપના કાંતિભાઈ બારૈયા, કિશોરભાઈ બારૈયા, અશોકભાઈ બારૈયા, કપિલભાઈ બારૈયા, ડો. ધવલ બારૈયા, ડો. જાગૃતિ બારૈયા, ડો. ગૌત્તમ બારૈયા, ડો. આકાશ દવે, ડો. અશ્વિન બારૈયા, ડો. ઉર્મિ બારૈયા, ડો. નમ્રતા બારૈયા, કિર્તન બી. પંડયા, બાબુભાઈ જાળિલા, ભાવેશભાઈ નકુમ સહિતે ઉપસ્થિત આગેવાનો અને આમંત્રીતોને આવકાર્યા હતાં.