સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સોનિયાજીના જન્મદિવસ નિમિત્તે ફુટ વિતરણ કરાયું

667

૯ ડીસેમ્બર જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ યુ.પી.એના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીજીનો જન્મદિવસ. આ જન્મદિવસ સમગ્ર ભારતમા કોંગ્રેસ કાર્યકરો ઉજવણી કરે છે અને સિહોર શહેર કોંગ્રેસ સમિતિએ પણ સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદિપસિંહ ગોહિલ અધ્યક્ષ સ્થાને સરકારી હોસ્પિટલ સિહોર ખાતે સાંજે ૪ કલાકે ગરીબ દર્દીઓને ફુટ વિતરણ કરી ઉજવણી કરવામા આવી સાથે સોનિયા ગાંધી જીંદાબાદના નારા પણ લગાવી અનોખી ઉજવણી કરવામા આવી  આ ઉજવણી કાર્યક્રમમાં સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કિરણભાઇ ઘેલડા  સિહોર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ,  કોગ્રેસ અગ્રણી કિશનભાઇ મહેતા, પરેશભાઇ શુકલ, નગરસેવક મુકેશભાઇ જાની, કરીમભાઇ સરવૈયા, ઇકબાલભાઇ સૈયદ,કેતનભાઇ જાની,  નૌશાદભાઇ કુરેશી, અનિલભાઈ પ્રબતાણી, ધમભા કનાડ, સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Previous articleખોડલધામ કાગવડ ખાતે ઝીરો બજેટ કૃષિ શિબીર યોજાઈ
Next articleશાળા નં.૫૨ ના વિદ્યાર્થીઓનો  ગુજરાત રેપીડ ચેસ ટુર્ના-૨૦૧૮માં શ્રેષ્ઠ દેખાવ