ગુજરાતમાં ૨૨ વર્ષથી શાસન ચલાવતી ભાજપે ગરીબો માટે શું કર્યુ ? : રાહુલ ગાંધી

796
guj26112017-5.jpg

કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દહેગામ ખાતે તેમના બીજા દિવસના ગુજરાત પ્રવાસમાં પીએમ મોદી સરકાર અને ભાજપ સરકાર પર અનેક આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આ મુદ્દે મોદીની મનની વાતથી લઇને રફાલ જેટ પ્લેન મામલે અનેક આક્ષેપ કર્યા હતા. તેમણે આ પ્રસંગે કહ્યું કે દર વર્ષે નવેમ્બરમાં શિયાળુ સત્ર મળે છે. પણ આ વખતે પીએમ મોદી જય શાહ અને રફાલ મામલે કોઇ ચર્ચા કરવા નથી ઇચ્છતા માટે જ તેમણે શિયાળુ સત્ર પાછું કર્યું છે. સાથે જ તેમણે કહ્યું કે આ વખતે ગુજરાતમાં પણ મોદી આવશે તો તે રફાલ વિમાન મામલે કંઇ નહીં બોલે. કારણ કે પીએમ મોદી તેમની મનની વાત સાંભળવામાં જ મસ્ત છે. 
વધુમાં રાહુલ ગાંધીએ આ પ્રસંગે ટાટા નેના અને મનેરેગાના મુદ્દાને પણ ફરી ચર્ચ્યો. સાથે જ તેમણે કહ્યું કે ટ્રંપ સાથે મોદીની મિત્રતા તેમને ફળી નહીં. આતંકી હાફિઝ સઇદની મુક્તિ મામલે પણ રાહુલ ગાંધીએ આ સભામાં ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય આજે રાહુલ ગાંધીએ તેમના અધિકૃત ટિ્‌વટર એકાઉન્ટ પરથી પણ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની વાત ના બની. નોંધનીય છે કે દહેગામની આ સભામાં પણ અનેક લોકો રાહુલ ગાંધી સાથે સેલ્ફી પડાવવા માટે મંચ પર આવી ગયા હતા. જે બતાવે છે કે ગુજરાતમાં તેમની લોકપ્રિયતા પહેલા કરતા વધી છે.
રાહુલ ગાંધીએ દહેગામ પછી અરવલ્લીના બાયડમાં ખેડૂત અધિકાર સભાને સંબોધન કરવા આવી પહોંચ્યા છે. આ પ્રસંગે તેમની સાથે અશોક ગહેલોત સમેત ભરત સિંહ સોલંકી જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ  જોડાયા હતા. વધુમાં મોટી સંખ્યામાં લોકો પણ રાહુલ ગાંધીની આ સભામાં હાજરી આપી હતી. ત્યારે આ સભામાં રાહુલ ગાંધીએ રાફેલ કરાર, નોટબંધી, જય શાહ જેવા મુદ્દાઓ પર પીએમ નરેન્દ્ર મોદી અને  ભાજપ સરકારને ધેરવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે મોદી ફ્રાન્સ ગયા ત્યારે તેમણે કોઇપણની સાથે ચર્ચા-વિચારણા કર્યા વગર રાફેલ સાથેનો કોન્ટ્રાક્ટ બદલી નાંખ્યો. આ કોન્ટ્રાક્ટ એરક્રાફ્ટ બનાવવા માટે જાણીતી હોય તેવી કંપનીને આપવાને બદલે તેમણે આ કોન્ટ્રાક્ટ પોતાના ઉદ્યોગપતિ મિત્રને આપ્યો. જે એરક્રાફ્ટ અંગે કશું જાણતા નથી. ત્યારબાદ ડિફેન્સ મિનિસ્ટર ગોવા જતા રહ્યાં હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે મનરેગાને ચલાવવા માટે કેન્દ્ર સરકારે ૩૫ હજાર કરોડ રૂપિયા લગાવ્યા હતા. તેટલા જ રૂપિયા પીએમ મોદીએ ગુજરાતમાં ટાટા નેનો કંપનીને આપ્યા છે. તેમણે કહ્યું કે તમારી વિજળી, પાણી અને જમીન ટાટા નેનોએ લઇ લીધી. પણ શું તમને તે પછી ગુજરાતના રસ્તા પર ટાટા નેનો જોઇ? સાથે જ તેમણે સ્વાસ્થય કેન્દ્રના ખાનગીકરણ પર પણ કહ્યું કે મધ્યમ વર્ગનો માણસ બિમારીના કારણે દેવામાં પડી જાય છે. આ તમારા પૈસા છે નરેન્દ્ર મોદીજીની પૈસા નથી. ગુજરાતી જનતાના પૈસા છે. ગુજરાતના કરોડો ખેડૂતોને મોદીએ ૧ રૂપિયો પણ નથી આપતો. ગુજરાતના ખેડૂતોએ ગુજરાત માટે લોહી પાણી એક કરે છે. પણ આજના ગુજરાતમાં તેમની કોઇ જગ્યા નથી. જો કોઇની જગ્યા છે તો તે છે ઉદ્યોગપતિઓની. સાથે જ રાહુલ ગાંધીએ પુછ્યું કે નોટબંધી વખતે શું તમે કોઇ ઉદ્યોગપતિને લાઇનમાં ઉભેલો જોયો છે. ભારતના તમામ ચોરોએ તેમનું કાળું નાણું સફેદ કરી દીધું. તે પછી ગબ્બર સિંહ ટેક્સ આવ્યો એટલે કે જીએસટી. જેનાથી વેપારીઓને નુક્શાન થયું. મોદીજી જાદુગર છે તે જાદુથી એક એક કંપની નીકળી છે. જેના કારણે જય શાહ જ્યાદા ખાઇ ગયો. તેમણે લોકોને પુછ્યું કે ૫૦ હજાર રૂપિયામાં ત્રણ ચાર મહિનામાં શું તમે ૮૦ કરોડમાં કરી શકો છો? ચોરીથી જ આ બન્યું છે. ભારતમાં ખાલી એક જ કંપની છે તે છે જય શાહની કંપની. સાથે જ તેમણે કહ્યું કે મોદી નથી ઇચ્છતા કે પાર્લેમેન્ટમાં જય શાહની ચર્ચા થાય કે પછી રફાલનો કોન્ટ્રાક્ટ ઉદ્યોગપતિઓને કેમ આપવામાં આવ્યો તે મામલે ચર્ચા થાય માટે તે પાર્લામેન્ટના શિયાળુ સત્રને ચાલુ નથી થવા દેતા. રાહુલે કહ્યું કે પીએમ મોદીનો હવે એક નવો નારો બહાર આવ્યો છે. ના બોલીશ ન બોલવા દઇશ.

હાફીઝ સઈદની મુકિત અંગે રાહુલના સરકાર પર પ્રહારો
મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને નજર કેદમાંથી મુક્ત કરી દેવાતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા તથા પાકિસ્તાનની સેનાને આર્થિક સહાય પૂરી પાડવા મુદ્દે અમેરિકાએ 
આપેલી ક્લિનચિટની ભારે ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધારે ભેટવાની જરૂર છે. મોદી અને ટ્ર્‌મ્પ દ્વારા એકબીજાને ભેટવાની બાબતને રાહુલ ગાંધીએ હગફ્લોમેસી નામ આપ્યું છે. કેન્દ્ર સરકાર અમેરિકા સાથેના સબંધોમાં સતત સુધારો થતો હોવાનું રટણ કરે છે. અમેરિકના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ નહીં પણ પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ મોદી સાથે મૈત્રિભર્યા સંબંધો હોવાનો દાવો કર્યો છે.
રાહુલ ગાંધીએ તેમના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ પર મોદીને નિશાન બનાવતાં લખ્યું હતું કે નરેદ્રભાઈ કાંઈ થયું નથી. આતંકનો માસ્ટરમાઈન્ટ મુક્ત. પ્રમુખ ટ્રમ્પે સેનાને મદદ આપવા માટે પાકિસ્તાની સેનાને ક્લિનચિટ આપી છે. ભેટવાની નીતિ (ૐેખ્તર્ઙ્મદ્બટ્ઠષ્ઠઅ) કામે આવી નથી. વહેલા વધારે ભેટવાની જરૂર છે.
પાકિસ્તાનની કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઈદને ગુરુવારે જ જેલામાંથી મુક્ત કર્યો હતો. તેની મુક્તિનો  ભારત સહિત અનેક દેશોએ વિરોધ કર્યો છે. અમેરિકાએ પણ પાકિસ્તાન સરકારને હાફિઝ સઈદની તુરત ધરપકડ કરવા ચેતવણી આપી છે.

Previous articleકોંગ્રેસની પાટીદાર અનામતની ફોર્મ્યુલા ગુજરાતની જનતા સાથે છેતરપિંડી : જેટલી
Next articleસ્વચ્છતા અભિયાન વચ્ચે પાટનગરમાં ઠલવાતો એંઠવાડ