એમએમસી દ્વારા એનએસએસ વાર્ષિક શિબિરનો પ્રારંભ કરાયો

892

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંકદુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગર દ્વારા તા. ૮-૧ર થી ૧૪-૧ર સુધીમા સિતારામ આશ્રમ – બુધેલ ખાતે એસએસએસ વાર્ષિક શિબીરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ શિબીરનું ઉદ્દઘાટન એમ.કે.બી.યુનિ.ના કાર્યકરી કુલપતિ ડો. ગિરિશભાઈ વાઘાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુનિ.ના એનએસએસ યુનિ.ના કો-ઓડીનેટર ડો. ભારતસિંહ ગોહિલ, સીતારામ આશ્રમના પ.પુ. સંત સીતારામ બાપુ, નંદકુંવરબા મહિલા કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ્‌ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

આ સાત દિવસની શિબીર દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા શ્રમ કાર્ય જેમાં બુધેલ અને અધેવાડા ગામની સફાઈ, શમશાનની સફાઈ કરવામાં આવશે. જેમાં વ્યસન મુક્તિ, આરોગ્ય જાગૃતીતા કાર્યક્રમો યોજવામાં આવશે. ઉપરાંત ભીત સુત્ર લેખન દ્વારા જાગૃતી લાવવામાં આવશે. ઉપરાંત સતત દિવસ દરમ્યાન વિવિધ વિષયો ઉપર સવારે પ્રભાત ફેરી દ્વારા લોક જાગૃતિ કરવામાં આવશે.

આ શિબરીમાં નેતૃત્વ્‌ શક્તિ વિકસે અને સ્વચ્છતાની જાગૃતી આવે તે હેતુથી સાત દિવસ દરમ્યાન રોજ વિવિધ વિષયો ઉપર તજજ્ઞો દ્વારા બૌધ્ધિક વ્યાખ્યાન આપવામાં આવશે. આ શિબીર દરમ્યાન વિવિધ રમતો અને વિવિધ પ્રવૃત્તિના માધ્યમથી વિદ્યાર્થીનીઓને શારિરીક બૌધ્ધિક સમૃધ્ધ બનાવવામાં આવશે.

Previous articleજાત્રુડા ખાતે સરપંચની આગેવાનીમાં પ્રાથમિક શાળાની તાળાબંધી કરાઈ
Next articleતીબેટીયન સમુદાય દ્વારા વિનામુલ્યે સ્વેટર તથા રક્તદાન કેમ્પ યોજાયો