પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ પરિણામો ર૦૧૯ ની ચૂંટણીનું ટ્રેલર છે. આ જ ટ્રેન્ડ વધુ સારી રીતે આગળ વધવાનો છે. જેમાં લોકસભાની ઓછામાં ઓછી ૩ર૦ બેઠકો એન્ટી બી.જે.પી. આવવાની છે. જયારે ભાજપ ર૦૦ થી નીચે ચૌકકસ ઉતરી જશે. આ પરિણામો બી.જ.ેપી.ના જૂઠાણાં સામે પ્રજાએ લાલ આંખ કરી આપેલો જવાબ છે, અને તે લોકશાહી જીવંત રાખવા બદલ તમામ મતદારોનો હું અંતઃપૂવર્ક આભાર માનું છું.
સત્તાના કેફમાં કોઈ પાર્ટીના પ્રમુખ અમે પચાસ વર્ષ સુધી રાજ કરીશું તેવું કહે તે લોકશાહીનું હળહળતું અપમાન છે. જેનો સમજુ અને શાણાં મતદારોએ સીધો જવાબ આપ્યો છે. દેશના મતદારોએ જે બનાવટી રામભકતો જે ચૂંટણી સમયે જ નીકળે છે તેમના મોં પર મારેલી લપડાક છે. તેમણે જણાવ્યું કે રામના નામે પથરા ભલે તરે પરંતુ તમે નહી તરો તે પ્રજાએ બતાવી આપ્યું છેે.
જી.એસ.ટી. અને નોટબંધી જેવા તમાસા અને તાયફા જે માટે શબ્દો પણ હવે નાના પડે તેવું કૃત્યુ કરી દેશને બેકારી, ઉધોગોને મંદી, જી.ડી.પી અને વેપાર ધંધામાં નુકશાન વગેરેમાં હોમી દીધો છે. કોઈ પણ જાતની તૈયારી કે હોમવર્ક વગર તેમણે જી.એસ.ટી. અને નોટબંધી લાદી દીધુ હોવાથી દેશને પારાવાર નુકશાન કર્યુ છે. ‘ઈકોનોમિકસ’નો ‘’ઈ’’ પણ જાણતાં ન હોય તેવી કેબીનેટ અને કાયદો જાણતા હોય તેવા જેટલીજી ને ‘’નાણાં ખાતુ’’ં આપી દેશની આર્થિક કમર તોડી નાંખી છે. હજારની નોટ બંધ કરી બે હજારની નોટ છાપવાની બેવકૂફી કરી છે. નોટબંધી બાદ દેશના ૧૦૦ જેટલાં લોકોના મૃત્યું થયાં જેનું પાપ અને અપરાધ સરકાર માથે છે. ખરેખર તો તેની સામે ૩૦ર અને ખૂનનો ગુનો લગાડવો જોઈએ. આ ચૂંટણીના પરિણામો એ ભાજપે અને સરકારે કરેલા પાપનો બદલો તેમણે મળી રહયો છે.
હારના કારણો અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જુઠ્ઠા વાયદા આપી પુરા નહિ કરવા અને કાયદો અને વ્યવસ્થા એટલી પડી ભાંગી છે કે બહેન દીકરીઓ સલામત નથી, ખૂલ્લેઆમ મર્ડર થાય છે. યુવાનો બેકારીમાં હોમાયાં છે. ખેડૂતો દુઃખી છે આપઘાત કરે છે. પ્રથમવાર દેશના બે મહાનગરો દિલ્હી અને મુંબઈ ખાતે ખેડૂતોએ આવી ધ્યાન આકર્ષિત કર્યુ હતું કે તેઓ ખુબ જ દુઃખી છે. મધ્યમ વર્ગ સાવ જ નિરાશ છે. તેમના પ્રશ્નોનંુંં નિરાકરણ દુર દુર સુધી દેખાતું નથી. બીજી તરફ બી.જ.ેપી. જુઠાણાં અને સત્તાના મદમાં બેજવાબદાર થઈ માન્યતા રાખે છે કે રૂપિયા હોય એટલે ગમે તેમ કરીને ચૂંટણી જીતી શકાય. લોભ, લાલચ, દબાણ, નહી પાળવાનાં જુઠ્ઠા વચનો આપી લોકોને ટુંકી યાદદાસ્ત છે તેમ માનતા ભાજપને સમજુ મતદારોએ જવાબ આપ્યો છે. રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જિત પટેલના રાજીનામાં અંગે પૂછતાં તેમણે તેમનાં પગલાંને યોગ્ય ગણાવતાં જણાવ્યં કે લોકશાહીમાં સાચા માટે ‘’નો સર’’ કહેનારાં લોકોની પણ જરૂર છે. રિર્ઝવ બેંકના પૈસા આપી દેવા કરતાં પરિણામોના એક દિવસ પહેલાં તેમણે ભરેલું પગલું સમજણવાળું કહેવાય. નોટબંધીમાં નહી માનનાર ગવર્નર રઘુરામ રાજને પણ રાજીનામું આપવું વધું પસંદ કર્યુ હતું.