અમદાવાદ સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૨માં એક કાર ઘુસી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઈકો વાન નંબર- ય્ત્ન-૦૧-ઇરૂ-૦૮૫૮ ના કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એક્ઝિટ ગેટનો કાચ તોડી આર-પાર થઈ ગઈ હતી. કાર અંદર આવી જતા સિક્યોરિટી એજેન્સીમાં પણ દોડધામ મચી હતી. એરપોર્ટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કાર ચાલકને એરપોર્ટ એથોરિટી દ્વારા દંડ વસૂલવામાં આવ્યો છે. ઇકો કારના ચાલક પાસેથી ૮૦ હજાર જેટલો દંડ લેવામાં આવ્યો છે. આ સાથે જ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાના પણ છીંડા બહાર આવ્યા છે. કેમ, કે જ્યાં ધીમી ઝડપે કાર ચલાવાની હોય અને દરરોજ અસંખ્ય કાર ચાલકો આવતા જતા હોય ત્યારે આ અકસ્માત કરનાર કાર ચાલક આટલી પૂરપાટ ઝડપે એરપોર્ટના કોરિડોરમાં કેવી રીતે ઘૂસી ગયો તે પણ એક સવાલ છેકેમ કે, એરપોર્ટમાં પ્રવેશ કર્યા બાદ કાર ચાલકે સૌથી પહેલા તો, પાર્કિગ માટેનો પાસ લેવાનો હોય છે. અને ત્યાર બાદ અહિં ધીમી ઝડપે આગળ વધવાનું હોય છે. વળી જો, ફ્લાઇટનો સમય હોય તો એવા સમયે ઘણી બધી ગાડીઓ એક સાથે આવતી જતી હોય છે.