આજરોજ એસઓજી શાખાના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસઓજી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહિતી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. સોહીલભાઈ ચોકીયા તથા પોલીસ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલને સંયુકતમાં મળેલી બાતમી આધારે અલંગ પો.સ્ટે. તથા ઘોઘા રોડ પો.સ્ટે. ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ચનત ઉર્ફે સુર્યા જયસુખભાઈ વધાોશી (ઉ.વ.રપ) રહેવાસી ભુંભલી તા.જી.ભાવનગર વાળાને સથરા ચોકડી પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસઓજીના વાય.એન.ગોહિલ, જે.આર.મારૂ, સોહિલભાઈ ચોકીયા, હારીતસિંહ ચૌહાણ, અબ્બાસઅલી દેવજીયાણી તથા ડ્રા.પો.કોન્સ. ભોજાભાઈ આહિર જોડાયા હતાં.