રાજસ્થાનના મુખ્યમંત્રી વસુધરા રાજેએ તેનું રાજીનામું રાજ્યપાલને સોપી દીધું છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણમાં થયેલી બીજેપી હાર બાદ તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. કોંગ્રેસને જીતના અભિનંદન આપતા વસુધરા રાજેએ કહ્યું કે ૫ વર્ષમાં બીજેપીએ સારા કામો કર્યા છે. વસુંધરાએ કહ્યું કે અમે રાજ્યની જનતાનો આવાજ ગૃહમાં ઉઠાવીશું. હુ સમસ્ત પાર્ટીના કાર્યકર્તાઓ, પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિતશાહને ધન્યવાદ કહેવા માંગું છું. જ્યારે પત્રકારોએ તેમની હારનું કારણ વિશે પૂછ્યું ત્યારે તેમણે તે સવાલનું ટાળી દીધો હતો.