ગુજરાત : ૮૨,૦૦૦ કરોડનું ઔદ્યોગિક મૂડીરોકાણ કરાશે

701

ગુજરાત રાજ્યમાં રૂપિયા ૮૨,૦૦૦ કરોડનું ઔદ્યોગિક મૂડી રોકાણ અને રૂપિયા ૫,૪૮૩ કરોડનું પર્યાવરણીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી રોકાણ કરવામાં આવશે એ મતલબની બહુ મહત્વની જાહેરાત આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જીઆઇડીસી ઉદ્યોગને લઇ કરી હતી. આ નિર્ણયને કારણે ૧૨ લાખ રોજગારીની નવી તકો ઉભી થવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીઆઇડીસીમાં પ્લોટના ઉપયોગની સમયમર્યાદા વધારવા સાથે કેપિટલમાં રીબેટ આપવા સહિતની અન્ય જાહેરાતો પણ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જીઆઇડીસી દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટના ઉ૫યોગની સમય મર્યાદા ૩ વર્ષ, ૪ વર્ષ અને ૫ વર્ષ હતી. જેને હવે ૧,૦૦,૦૦૦ ચો.મી.સુઘીના એકમો માટે ૪ વર્ષ વ૫રાશ/ ઉ૫યોગની સમયમર્યાદા આ૫વામાં આવનાર છે. આ ઉ૫રાંત ૩૦૦૦ ચો.મી. સુઘીના ક્ષેત્રફળ ઘરાવતા પ્લોટ/શેડના ફાળવણીદારોને બેલેન્સ કેપિટલમાં ૩ ટકા  રીબેટ આ૫વામાં આવશે. નાના ઔદ્યોગિક એકમો કે જે અગાઉ વ૫રાશમાં આવેલ હોય ૫રંતુ એક યા બીજા કારણસર બંઘ ૫ડેલ હોય તેવા એકમોને તબદીલ કરવા તથા રાહત આ૫વા વણવ૫રાશી દંડની મહત્તમ મર્યાદા ૨૦ ટકામાંથી ૧૦ ટકા કરવામાં આવી છે. જીઆઇડીસીના ૩૦૦૦ ચો.મીટર સુઘીના ક્ષેત્રફળ ઘરાવતા પ્લોટ/શેડના ૨,૪૭૪ ફાળવણીદારો દ્વારા તમામ બાકી લ્હેણાં ભરપાઇ કરવાની શરતે દંડકીય વ્યાજમાં ૧૦૦ ટકા અને વિલંબિત વ્યાજમાં ૫૦ ટકા રાહત આ૫વામાં આવશે. આ જ ઘોરણે વોટર ચાર્જીસ અને ડ્રેનેજ ચાર્જીસ ૫ર દંડકીય વ્યાજમાં ૧૦૦ ટકા અને વિલંબિત વ્યાજમાં ૫૦ ટકા રાહત આ૫વામાં આવશે. ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ આસીસ્ટન્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર યોજના અંતર્ગત શેડભાડે આ૫વાની યોજના ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત ૩૦૦૦ ચો.મી. સુઘીના ક્ષેત્રફળ ઘરાવતા પ્લોટ/શેડના ફાળવણીદારોને સહાયરૂપ થવા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે. ઔદ્યોગિક નીતિ- ૨૦૧૫ આસીસ્ટન્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર યોજના અંતર્ગત હાલમાં પ્રોજેકટ કિંમતના ૬૦ ટકાની સરકારની સહાય મંજુર કરવાની નીતિમાં ફેરફાર કરીને હવે ૫છીથી મંજુર થનાર પ્રોજેકટોમાં પ્રોજેકટ કિંમતના ૮૦ ટકા મુજબ સરકારની સહાય મંજુર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારની આ જાહેરાતને પગલે આગામી દિવસોમાં હવે રાજયમાં જીઆઇડીસી ક્ષેત્રે અને ઔદ્યોગિક એકમોને લઇ બહુ વેગ મળશે.

Previous articleજસદણ ચૂંટણી :SRPની છ કંપની તૈનાત કરી દેવાઈ
Next articleગુજરાતના ૧૩ લાખથી વધુ ખેડૂતોને ઈનપુટ સબસીડી અપાશે