કોંગ્રેસમાં મોદીને હરાવવાની ક્ષમતા નથી : ઓવૈસી

568

એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે જણાવ્યું કે તમામ બિન-કોંગ્રેસી અને બિન-ભાજપ દળોએ એક સાથે આવવાની જરૂર છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે તેલંગણાની જીતને આગળ વધારતા નજી પ્રમુખ એસ ચંદ્રશેખર રાવ તમામ દળોને એક મંચ પર લાવશે. હૈદરાબાદના સાંસદે જણાવ્યું કે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાની કોંગ્રેસની ક્ષમતા પર તેમને ’શંકા’ છે. તેમણે અહીં પત્રકારોને જણાવ્યું ભાજપને હરાવવા માટે આપણે બધાએ જવાબદારી લેવી પડશે. કોંગ્રેસ આ દેશ માટે વિકલ્પ નથી. જો ભાજપને હરાવવા અને નરેન્દ્ર મોદીને ૨૦૧૯માં વડાપ્રધાન બનવાથી અટકાવવા છે તો બિન-કોંગ્રેસી અને બિન-ભાજપ નેતાઓને આગળ આવવું જોઈએ.  તેમની પાસે (કોંગ્રેસ) ક્ષમતા નથી.

ઓવૈસીએ દાવો કર્યો કે તેલંગાણા અને હૈદરાબાદના લોકોએ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના “અવસરવાદી, વિભાજનકારી અને સાંપ્રદાયિક” રાજકારણને નકાર્યું છે. આ પહેલા તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો મંગળવારે આવ્યા હતા પરંતુ અહીં સત્તામાં આવનાર પાર્ટીને ટેકો આપવાના દાવાઓએ જોર પકડ્યું છે. પહેલા ભાજપ અને હવે એઆઈએમઆઈએમ દ્વારા કેસીઆરને ટેકો આપવાની વાત કરવામાં આવી હતી.

Previous articleચીનમાં આઈફોનના વેચાણ પર પ્રતિબંધ
Next articleકોંગ્રેસને સાથ આપવા માયા અને અખિલેશે જાહેરાત કરી