મારા વિરુદ્ધ ઈડીની કાર્યવાહી રાજકારણથી પ્રેરિત છે : વાડ્રા

619

સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામા આવી રહેલી કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યો છે. વાડ્રાએ જણાવ્યું છે કે, મારા પર લાગાવવામાં આવેલા આરોપો ધડ માથા વગરના છે અને રાજકારણથી પ્રેરિત છે. મેં તમામ નોટિસનો જવાબ આપ્યો છે. તેમ છતાં મને અને મારા પરિવારને વગર કારણે હેરાન કરવામાં આવે છે. મારી માતાનું સ્વાસ્થય ખરાબ છે. તેમણે જણાવ્યું હતું કે, મેં તપાસમાં સહયોગ આપ્યો હોવા છતાંય મારી ઓફીસ તોડી પાડવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ કોઇપણ વ્યકિતને પોતાના નામ પર રાજકીય રીતે બ્લેકમેલ કરવા દેશે નહીં. તેઓ તપાસમાં સહયોગ કરશે પરંતુ તપાસ પ્રક્રિયા પારદર્શી અને કાયદાકીય રીતે થવી જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ તપાસ અને દરોડાથી ડરવાના નથી અને તેઓ કયાંય ભાગી નથી રહ્યા. તેઓ ભાગીને વિદેશ નથી જઇ રહ્યા. તપાસ એજન્સી ઇડીએ રાજસ્થાનના બીકાનેર જમીન કૌભાંડ મામલે અને ભાગેડૂ હથિયારના વેપારી સંજય ભંડારી સાથે જોડાયેલા કેસમાં દાખલ કરાયેલી મની લોન્ડરિંગ એફઆઇઆર બાબતે ગત સપ્તાહમાં દિલ્હીમાં રોબર્ટ વાડ્રાની ઓફિસ અને વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઇડીએ વાડ્રા સાથે જોડાયેલી કંપની સ્કાઇલાઇટ હોસ્પિટાલિટી અને તેમના અધિકારીઓ સાથે પૂછપરછ પણ કરી હતી.

આ સાથે ઇડીએ વાડ્રાને હાજર થવા માટે બે વખત સમન્સ પણ મોકલ્યા હતા.

Previous articleકોંગ્રેસને સાથ આપવા માયા અને અખિલેશે જાહેરાત કરી
Next articleપત્નીઓને તરછોડી દેવા બદલ સરકારે ૩૩ એનઆરઆઈ પતિઓનાં પાસપોર્ટ રદ કર્યા