હદપારી ઇસમને હુકમ ભંગ કરતા પકડી પાડતી વલ્લભીપુર પોલીસ

1074

વલ્લભીપુર પો.સ્ટે. વિસ્તાર ના રતનપર ગામ ના હિમતભાઇ લાભુભાઇ ચારોલીયા ઉવ.૩૪ રહે,રતનપર(ગા) દે.પુ.વાસ તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળા વિરૂધ્ધ પ્રોહીબીશન ના અલગ અલગ ગુના ઓ તથા શરીર સબંધી ગુના ઓ દાખલ થયેલ જે અન્વયે મજકુર ને સબ.ડીવી.મેજી. શિહોરના હદપારી કેસ ૨૮/૦૨/૨૦૧૮ ના હુકમ મુજબ અમરેલી,બોટાદ, રાજકોટ,તથા જુનાગઢ ની હદમાંથી બે વર્ષ માટે હદપાર કરવામા આવેલ અને મજકુર ઇસમ આજરોજ તા,૧૨/૧૨/૨૦૧૮ ના રતનપર(ગા)ગામે  પોતાના રહેણાંકી મકાને આવેલ હોવાની હકીકત પો.સબ.ઇન્સ ટી.એસ.રીઝવી ને મળતા તુર્તજ રતનપર ગામે મજકુર ના રહેણાંકી મકાને જઇ તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળીઆવતા તેના સામે હેડકોન્સ પ્રુથ્વીરાજસિહ રાયજાદા એ જી.પી.એકટ કલમ  ૧૪૨ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

આ કામગીરી મા ટી.એસ.રીઝવી પો.સબ.ઇન્સ વલ્લભીપુર પો.સ્ટે. તથા હેડકોન્સ પ્રુથ્વીરાજસિહ રાયજાદા પો.કોન્સ રાજવિરસિહ ગોહીલ તથા પો.કોન્સ અમિતકુમાર મકવાણા જોડાયેલ હતા.

Previous articleરાજુલામાં ભાજપ કાર્યાલય ખાતે હેલ્પલાઈન શરૂ કરાતા લોકો ખુશ
Next articleઆંબલા- અલખમઢી ખાતે વિક્રમદાસ બાપુ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન