કોઈની સાથે રિલેશનમાં રહેવાનો મારી પાસે સમય નથીઃ શ્રદ્ધા કપૂર

1433

શ્રદ્ધા કપૂર પાસે હાલપ્રેમ કરવાનો સમય નથી તેમ તેનું કહેવું છે. તેની પાસેના એક પછી એક પ્રોજેક્ટને કારણે પ્રેમ કરવાનો કે પછી આ ટોપિક પર ધ્યાન આપવાનો સમય ન હોવાનું તેણે કહ્યું હતું.

રિપોર્ટસના અનુસાર, લવ લાઇફની વાત કરતાં શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, જો હું કોઇની સાથે રિલેશનમાં રહું તો મારે પૂરતું ધ્યાન તેની તરફ આપવું પડે. જેનો મારી પાસે હાલ સમય નથી. હું મારા કામમાં વ્યસ્ત હોવા પછી પણ મારા શોખ ગીત લખવાના તેમજ તેની સંગીત રચના, અને ડોક્યુમેન્ટી્ર માટે થોડો સમય ગાળવાનું પસંદ કરું છું.  હાલ શ્રદ્ધા સાયના નહેવાલની બાયોપિક માટે બેડમિન્ટન શીખી રહી છે.તે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે. પ્રેકટિસ માટે શ્રદ્ધા રોજ સવારે છ વાગ્યે ઊઠી જાય છે. ફિલ્મ પ્રોજેક્ટથી બ્રેક મળશે કે તરત જ પોતાના ગોવાના હોલિડે હોમમાં સમય પસાર કરવાનું પસંદ કરશે. શ્રદ્ધાએ ગોવામાં હાલ જ પોતીકું ઘર ખરીદ્યું છે.

Previous articleશાહરૂખખાન અને કંગનાની જોડી પ્રથમ વખત જ ચમકશે
Next articleમાધુરી એવોર્ડ સમારંભમાં સ્વ. શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપશે