આધાર સાથે વોટર આઈડી જોડવાની પ્રક્રિયા ટૂંકમાં શરૂ

587

આધાર સાથે વોટર આઈડી કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.  આધાર સાથે વોટર આઈડીને જોડવાની પ્રક્રિયાને ટૂંક સમયમાં જ ફરજિયાત કરી દેવામાં આવશે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રાકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચે નવું વલણ અપનાવાની શરૂઆત કરી દીધી છે. ફરજિયાતપણે વોટર આઇડીને આધાર સાથે જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. આધાર નંબર સાથે વોટર આઈડીને જોડવાને લઇને માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. કમિશન દ્વારા લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧માં સુધારા કરવાની તૈયારી કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૨ ડિજિટના આધાર નંબર સાથે નાગરિકોના ચૂંટણી આઈડીને લિંક કરવામાં આવનાર છે. ઓક્ટોબર મહિનામાં ચૂંટણી પંચે મદ્રાસ હાઈકોર્ટમાં માહિતી આપી હતી કે, વોટર આઈડી કાર્ડ અને ચૂંટણી મતદાર યાદી સાથે આધારને જોડવાને લઇને કોઇ વાંધો નથી. જાહેરહિતમાં આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

ગેરલાયક એન્ટ્રી અને બોગસ કાર્ડને રોકવાના હેતુસર આ હિલચાલ કરવામાં આવી છે. ઓક્ટોબર મહિના ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના હાલના ચુકાદાના અનુસંધાનમાં નિર્ણય લેવામાં આવનાર છે. કેન્દ્ર સરકારની ફ્લેગશીપ આધાર સ્કીમ ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ વલણ અપનાવવામાં આવનાર છે. કમિશને કહ્યું છે કે, તેઓ ખર્ચને લઇને પણ વિચારી રહ્યા છે. આધાર સાથે ચૂંટણી કાર્ડને જોડવા માટે જે ખર્ચ આવશે તેને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. વર્ષ ૨૦૧૫માં કમિશને સ્વૈચ્છિકરીતે આધાર લિંકિંગને મંજુરી આપ્યા બાદ આની શરૂઆત કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે પ્રાઇવેસીના મુદ્દાને લઇને પ્રક્રિયાને અટકાવી હતી. તે વખત સુધીમાં આશરે ૩૮૦ મિલિયન વોટરોને આવરી લેવામાં આવ્યા હતા. ભારત હાલમાં ૭૫૦ મિલિયન નોંધાયેલા મતદારો ધરાવે છે. આધાર સાથે વોટર આઈડીને લિંક કરવાને લિને સમગ્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. અરજીદાર એમએલ રવિએ ચૂંટણી મતદાર યાદી સાથે આધારને જોડવાની માંગ કરી હતી. રિપીટ, મલ્ટીપલ, ગેરકાયદે, બોગસ મતદારોના પ્રવેશને રોકવા માટે આ નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે. તેઓએ મદ્રાસ હાઈકોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, ડોર ટુ ડોર  વેરિફિકેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી ચુકી છે. ચૂંટણી પંચે આધાર નંબર સાથે વોટર કાર્ડને મોકલવાની પ્રક્રિયા હાલ પુરતી રોકી દીધી છે.

Previous articleRBI બોર્ડની આજે મહત્વની બેઠક : કેટલાક મુદ્દાઓ છવાશે
Next articleફરાર અબજોપતિ મેહુલ ચોક્સી સામે રેડકોર્નર નોટિસ જારી થઇ