દેશભરમાં કાતિલ ઠંડીનું મોજુ  કારગિલમાં માઇનસ ૯.૩

1294

પહાડી રાજયોમાં બરફવર્ષાથી ઉતરભારતમાં ઠંડી વધી ગઇ છે. બુધવારે ઉતરાખંડના ચારધામ, હિમાચલના શીમલા અને જમ્મુ -કાશ્મીરમાં ખીણ અને લદાખ જુદા જુદા વિસ્તારોમાં જોરદાર બરફ વર્ષા થઇ હતી. કારગીલમાં પારો શૂન્યથી નીચે ૯.૩ ડીગ્રી નોંધાયો તો ગુલમર્ગમાં શૂન્થી નીચે આઠ ડીગ્રી. રાજયમાં રેલ્વેની અવર જવરને પણ અસરથઇ હતી. જમ્મુ-પહોંચતી લાંબા અંતરની ઘણી ટ્રેનો મોડી પહોંચી હતી. હિમવર્ષાના કારણે કાશ્મીર ખીણ અને લદાખમાં ઠંડી વધી છે. પંજાબમાં સતત ત્રીજા દિવસે વાદળો છવાયેલા રહયા અને એવી જ સ્થિતિ હરિયાણામાં પણ હતી. ત્યાં મંગળવારથી પડી રહેલા ઝાપટાને કારણે ઠંડી વધી ગઇ છે. મધ્યપ્રદેશમાં પણ મોસમ બદલાઇ છે. ગ્વાલીયરમાં હળવો વરસાદ થયો છે.

દિલ્હીમાં પણ ઉષ્ણતામાનમાં ઘટાડો નોંધાયો છે. ઉતરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી ઉપરાંત ઓૈલી, હર્ષિલ અને મસુરના ઉંચા શિખરો પર થયેલી બરફવર્ષાના કારણે આખો વિસ્તાર શિતલહેરની ઝપટમાં આવ્યો છે.

કુમાંઉંમાં હિમાલયના ઉંચા શિખરો પર હિમવર્ષા અને ખીણના કેટલાય વિસ્તારોમાં વરસાદથી એકાએક ઠંડી વધી ગઇ છે.

બુધવારે સાંજ સુધીમાં ગંગોત્રી અને કેદારનાથમાં એક એક ફુટ બરફ પડયો હતો. અહીંયા લગભગ છ કલાક સુધી સતત હિમવર્ષા થઇ. ગોમુખ અને નેલાંગ ખીણમાં એક ફુટથી પણ વધારે બરફ પડયો. મસુરીની ઉંચી પહાડીઓ પર પણ બરફ પડયો હતો. ચમોલી, રૂદ્ર પ્રયાગ, ટીહરી, ઉતરકાશી સાથે દુન અને હરિદ્વારમાં પણ હળવો વરસાદ થયો હતો. ઉષ્ણતામાનમાં બે થી ચાર ડીગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો હતો.

 

Previous articleલોકસભામાં રાફેલ-મંદિર મુદ્દે હોબાળા વચ્ચે ભારે સુત્રોચ્ચાર
Next articleRBIએ સરકારના વિઝનને સપોર્ટ કરવો જ જોઈએ : નીતીન ગડકરી