ગાંધીનગરનું સસ્પેન્સ આખરે પુરુ થતાં ભાજપે પોતાના બંન્ને ધારાસભ્યોને રીપીટ કર્યા છે.ગાંધીનગરઉત્તર માંથી અશોક ભાઇ પટેલને મેન્ડેટ મળતાં તેમણે આજે ફોર્મ ભર્યું હતું.તેમની સાથે જ ગાંધીનગરના દક્ષિણના ઉમેદવાર શંભુજી ઠાકેરે પણ પોર્મ ભર્યું હતું.સવારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બંન્ને ધારાસભ્યો ફોર્મ ભરવા કલેક્ટર ઓફિસ ખાતે પહેંચ્યા હતા.સાથે ભાજપ પ્રવક્તા આઇ.કે. જાડેજા તથા ભાજપના સિનિયર આગેવાનો પણ જોડાયા હતા.