ઓનલાઈન ઓર્ડર પર ભોજન પીરસનાર કંપનીઓ પર કાર્યવાહી થશે

785

ખાદ્ય નિયામક એફએસએસઆઈએ ચેતવણી આપી છે કે ઓનલાઈન ઓર્ડર પર ખરાબ ગુણવત્તાનું ભોજન પીરસનારી કંપનીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. સતત વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી એફએસએસઆઈએ આ કંપનીઓને ખાદ્યપદાર્થોના સઘન નિરીક્ષણ માટે પણ તૈયાર રહેવા કહ્યું છે.

એફએસએસઆઈના સીઈઓએ કહ્યું કે કંપનીઓ યોગ્ય રીતે ધારાધોરણોનું અનુપાલન કરે જેથી પેકિંગ અને ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તાને લઈને લોકોમાં વિશ્વાસ પેદા થાય. એફએસએસએઆઈ ગુણવત્તાની તપાસ કરવા માટે બજારમાં વેચાઈ રહેલા અનેક ખાદ્ય ઉત્પાદનો ઉપર સર્વેક્ષણ પણ કરાવશે. જેવી રીતે તાજેતરમાં જ દૂધ અને ડેરી ઉત્પાદનોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. આ પહેલાં એફએસએસએઆઈ નિર્દેશ જારી કરી ચૂક્યું છે કે સ્વિગી, જોમૈટો જેવી ઓનલાઈન ફૂડ એગ્રીગ્રેટર કંપનીઓ માત્ર લાયસન્સ ધરાવતી હોટલ-રેસ્ટોરન્ટ પાસેથી જ ખાદ્ય પદાર્થો ખરીદવાનો આગ્રહ રાખે.

સીઆઈઆઈના સંમેલનમાં કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે લોકોને ઉપભોગ માટે સુરક્ષિત અને સ્વસ્થ ભોજન ઉપલબ્ધ થાય. અમે આ પ્રકારના ખાદ્ય ઉત્પાદનોની માગ વધારવા માટે પાછલા થોડા વર્ષોમાં અનેક પગલાં ઉઠાવ્યા છે.

કારોબાર ત્યારે જ થશે જ્યારે ગ્રાહકોની માગ રહેશે. એફએસએસએઆઈ નિરીક્ષણ કરશે કે કંપનીઓ નિયમોનું પાલન કરી રહી છે કે નહી. ઓથોરિટી ઓનલાઈન ફૂડ કારોબાર વધવાની સાથે લેબ ટેસ્ટીગ નેટવર્કના વિસ્તાર માટે ૮૦૦ નવા ખાદ્ય નિરીક્ષકોની ભરતી પણ કરશે.

Previous articleહવે PUBG ગેમ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ
Next articleહિમાચલ પ્રદેશ : ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર