જાફરાબાદના અરબી સમુદ્રની ગોદમાં ધારાબંદર ગામે ઉપસરપંચ દોલુભાઈ બારૈયા દ્વારા મહાયજ્ઞનું આયોજન થયું અનેક શ્રધ્ધાળુઓએ રાજકીય આગેવાનોની હાજરીમાં સંપન્ન થયો.
જાફરાબાદના અરબી સમુદ્રની ગોદમાં જયા અલૌકીક રત્નેશ્વર મહાદેવ ઈતિહાસિક બિરાજમાન છે. તે રત્નેશ્વર મહાદેવની નજીક ધારાબંદર ગામે ઉપસરપંચ દોલુલભાઈ બારૈયા પરિવાર દ્વારા ભવ્ય મહાયજ્ઞનું આયોજન થયું જેમાં સમસ્ત ગ્રામજનો સરપંચ સુકરભાઈ સોલંકી સહિત ધર્મપ્રેમી જનતા રાજકીય આગેવાનો દ્વારા ભવ્યાતિભવ્ય મહાયાગના દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.