અમદાવાદ ફૂડ ફેસ્ટિવ ૨૦૧૮ આગામી ૨૧-૨૩ ડિસેમ્બર, ૨૦૧૮થી જીએમડી સી ગ્રાઉન્ડની ઉત્સવ લોન ખાતે શરૂ થવા જઈ રહ્યો છે.
ફૂડ ફેસ્ટિવની આ ચોથી આવૃત્તિમાં ભારતીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યંજનોની ૧૨૦૦થી વધુ વેરાયટી રજૂ કરવામાં આવશે. ત્રણ દિવસ ચાલનારો આ ફેસ્ટિવ આહારના શોખીનો દ્વારા શહેરના ફૂડ લવર્સ માટે યોજાઈ રહ્યો છે. ફાઈવ સ્ટાર, ફાઈન ડાઈન, સ્ટ્રીટ ફૂડ તથા કાફે- એમ ચાર શ્રેણીમાં કૂલ ૯૨ સ્પર્ધકો ભાગ લેશે જેઓ તેમના આગવા વ્યંજનો રજૂ કરવાની સાથે જ મહેમાનોને ફેસ્ટિવ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલ વાનગીઓનો સ્વાદ પણ ચખાડશે.
આ વર્ષનો ફેસ્ટિવ તેમાં યોજાનારા માસ્ટર ક્લાસને લીધે વિશેષ બન્યો છે. માસ્ટર શેફ, ટીવી શો હોસ્ટ, જજ તથા ફૂડ સ્ટાઈલિસ્ટ રણવીર બ્રાર ૨૨ ડિસેમ્બરના રોજ આ ક્લાસ લેશે જેમાં તે વિવિધ વ્યંજનો બનાવવાના કેટલાંક રહસ્યો જણાવશે. વિશ્વભરમાં ઓથેન્ટિક ક્યુઝિનનો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે, અને ગોરમે ડિશિસ, એક્ઝોટિક ક્યુઝિન્સ તથા ફેસ્ટિવ રેસિપીની એક જ સ્થળે હાજરીને કારણે આ ફેસ્ટિવ આહાર પ્રેમીઓને સ્વાદની સંતૃપ્તિનો અનુભવ કરાવશે.