સોળમો ઓલ ઇન્ડિયા કેન્સર કેર પ્રોગ્રામ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટર નેશનલ સેંટર બેંગાલુરુ ખાતે ૭થી૯ ડિસેમ્બરે યોજવામાં આવ્યો.
જેમાં ગાંધીનગરના નશા મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમ યોજનાર ગુલાબચંદ પટેલને નિમંત્રણ મળતા ઉપસ્થિત રહ્યા હતા અને કેન્સર અવેરનેસ અંગે પોતાના વિચારો અને કેટલાંક સૂચનો વ્યક્ત કર્યા હતા.