જાફરાબાદ શહેરમાં ખારવા સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને માચ્છિમારીનો ધંધો કરે છે. આ ખારવા સમાજમાં મોટી સંખ્યામાં સોલંકી પરિવારો વસવાટ કરે છે. સોલંકી પરિવારના કુળ દેવતા એટલે કે વીર વચ્છરાજ દાદા જે ગૌરક્ષા કાજે પોતાના લગ્નના મંગળ ફેરા અધુરા મુકી પ્રાણ નિર્છાવર કરેલ તેવા સુરવિર વચ્છરાજ દાદાના ભવ્ય મંદિરના નિર્માણ અર્થે મોટી સંખ્યામાં સોલંકી પરિવારના લોકો હાજર રહેલ હતા. જેમાં યુગલોએ ધાર્મિક વિધી મુજબ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી સિલાન્યસ કરેલ.