દામનગર શહેરમાં સમસ્ત ચુડાસમા ધોબી સમાજ દ્વારા વિહોત માતાજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સામાજિક સંરચનામાં સુધારા વાદી ટકોર કરતા રાજુભાઇ ચુડાસમા સમસ્ત ચુડાસમા ધોબી સમાજના સોનગઢ સાવરકુંડલા લાઠી ભાવનગરમાં સહિતમાંથી સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દામનગર ધોબી સમાજ અગ્રણી અનુભાઈ ચુડાસમા, વિનુભાઈ ચુડાસમા, છગનભાઇ ચુડાસમા સહિતના અગ્રણીઓ દ્વારા સમસ્ત ચુડાસમા ધોબી સમાજની સામાજિક સુધારા વાદી પહેલ ની સરાહના કરી હતી રાજુભાઇ ચુડાસમા દ્વારા માર્મિક ટકોર કરતા વ્યસન મુક્તિ ફરજીયાત ઉચ્ચશિક્ષણ બેટી બચાવો જેવો સંદેશ આપ્યો હતો.