બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ

1344

સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિન નિમિત્તે બોટાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ તથા એકતા અને અખંડીતતાના શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર, નિવાસી અધિક કલેકટર બી. વી. લીંબાસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી. એમ. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આયોજન અધિકારી તથા બોટાદ પ્રાંત અધિકારી સહિતના જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓએ ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી એકતા – અખંડીતતાના શપથ લીધા હતા.

Previous articleદામનગર ખાતે ધોબી સમાજ દ્વારા વિહોત માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ
Next articleદામનગર તાલીમ કેન્દ્રમાં વિનામુલ્યે કોર્ષનો પ્રારંભ