પાનવાડી PWD કર્વાટરમાં આગ

779

શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા પીડબલ્યુડીના કવાર્ટરમાં આજે વહેલી સવારે આગ લાગતા ઘરમાં રહેલા ટીવી, ફ્રીજ, એસી સહિતની ધરવખરી બળીને ખાક થઈ જવા પામેલ સાથો સાથ બે સ્કુટર પણ બળીને ખાક થયેલ

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા પીડબલ્યુડીના કર્વાટરમાં રહેતા ભરતભાઈ ચાવડાના કર્વાટરમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી. જેણે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણી છાંટી આગ બુઝાવી દીધી હતી.

આગમાં કર્વાટરમાં રહેલ ટીવી, ફ્રીજ, એસી. ફર્નીચર સહિતની ઘરવખરી ઉપરાંત એકટીવા સ્કુટર સહિત બળીને ખાક થઈ ગયેલ આગનું કારણ તથા નુકશાની જાણવા મળેલ નથી.

Previous articleઘોઘા જકાતનાકા પાસેથી જુગાર ધામ ઝડપી લેતી ભાવનગર એસલસીબી ટીમ
Next articleગોપનાથ નજીકના રાજપરા ગામેથી વિનવિભાગે દિપડાને પાંજરામાં પુર્યો