અરે, હવે બહુ થઇ આલોચના, મને ફરક નથી પડતો : કેટરિના કૈફ

821

કેટરિના કૈફને બોલીવૂડમાં કારકિર્દીના ૧૫ વરસ થઇ ગયા. આજે પણ તેની અભિનય ક્ષમતા માટે ટીપ્પણીઓ થતી હોય છે. પરંતુ હવે કેટરિનાને આવી કોઇ આલોચનાનો ડર નથી.

કેટરિનાએ તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, તેને હવે બોલીવૂડમાં કામ કરતાં ઘણો સમય થઇ ગયો છે. તેથી હવે તેને કોઇ ટીકા-ટીપ્પણીથી ફરક પડતો નથી. હા, કારકિર્દીની શરૂઆતમાં આવી આલોચનાથી તે કેરિયરના અંતનો ભય લાગતો હતો, પરંતુ હવે એવું નથી.

કેટરિનાએ કહ્યું હતું કે, આમ તો દરેક આર્ટિસ્ટની આલોચના થતી હોય છે. પરંતુ તેને હવે કોઇ ફરક પડતો નથી. સૌથી મહત્વની વાત એ છે કે મારા સંબંધો બોલીવૂડના માંધાતાઓ સાથે સારા  છે. તેથી મીડિયામાં થતી ટીકા-ટીપ્પણીનો કોઇ ફરક પડતો નથી. કેટરિના સારી રીતે જાણે છે કે હજી સુધી તે હિંદી ભાષા પર પકડ જમાવી શકી નથી. શરૂઆતમાં મને આવી ટીકાથી પણ ડર લાગતો હતો. પરંતુ હવે જેને જે લખવું હોય તે લખો, મને કોઇ ફરક પડવાનો નથી. હવે હું સમજી ગઇ છું કે, એક દિવસ સારું લખાશે અને બીજા દિવસે ખરાબ લખવામાં આવશે.  ઠગ્સ ઓફ હિંદુસ્તાન ના મારા પાત્ર વિશે પણ બહુ ટીકા થઇ છે.ઘણાને નવાઇ લાગી છે કે આટલું ટૂંકુ પાત્ર ભજવવા હું શા માટે રાજી થઇ.

કેટરિના કૈફને બોલીવૂડમાં કારકિર્દીના ૧૫ વરસ થઇ ગયા. આજે પણ તેની અભિનય ક્ષમતા માટે ટીપ્પણીઓ થતી હોય છે. પરંતુ હવે કેટરિનાને આવી કોઇ આલોચનાનો ડર નથી.

Previous articleવાઘ કરે મારણ તો એને મળે પીંજરું અને માનવી કરે મારણ તો ???
Next articleસલમાન ખાનના કારણે ફિલ્મ ભારતનું શૂટિંગ અટક્યુ…!!