બોટાદ જીલ્લાના રાણપુર ખાતે અણિયાળી રોડ ઉપર ઘાંચી સમાજ ફ્રેન્ડ સર્કલ ગૃપ દ્વારા સમસ્ત મુસ્લીમ સમાજના સમુહ લગન સમારોહ યોજાયો હતો જેમાં મુસ્લીમ સમાજ,મોલેસલામ ગરાશીયા સમાજ, દેસાઈ વ્હોરા સમાજના ૨૪ (ચોવીસ) દુલ્હા, દુલ્હનને નિકાહ પઢ્યા હતા સમારંભના મુખ્ય પ્રમુખશ્રી સૈયદ હાજી યુસુફમીયાબાપુ ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, વાંકાનેરના ધારાસભ્ય જનાબ જાવેદબાવા પીરજાદા, જમાલપુરના ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા, દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલ,જીલ્લા પંચાયત પરીસદના મંત્રી મુર્તુજાખાન પઠાણ,ગાંધીનગર ના અગ્રણી બિલ્ડર ગનીભાઈ વડીયા,ગુજરાત મોલેસલામ ગરાશીયા સમાજના પ્રમુખ ગોશુભા પરમાર,સમસ્ત મુસ્લીમ સમાજ રાણપુરના પ્રમુખ બાપાલાલ બી પરમાર, બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય નજમાબેન મકસુદભાઈ શાહ,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી,પુર્વ સરપંચ જીવાભાઈ રબારી,જીલ્લા પંચાયતના સદસ્ય મનિશભાઈ ખટાણા,ડો.ધરાબેન ત્રિવેદી સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે સૈયદ હાજી યુસુફમીયાબાપુ એ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં હિન્દુ-મુસ્લીમ સમાજ સાથે રહીને પોતાના સમાજને આગળ લઈ જાય અને પુરા હિંન્દુસ્તાનમાં કોમી એકતા બની રહે તેવી ખુદા પાસે દુવા માંગી હતી આ પ્રથમ સમુહ લગ્ન માં છગનભાઈ જુસબભાઈ ખલાણી પરીવાર જમણવારના મુખ્યદાતા હતા જ્યારે સમુહ લગ્નના મુખ્યદાતા મોહસીન મો.હનીફભાઈ પાધરશી,ઈરફાન એમ ખલાણી,સમીર એમ ખલાણી,સલીમભાઈ હબીબભાઈ મીણાપરા હતા સમુહ લગ્ન માં ૨૪ દુલ્હા દુલ્હન જોડાયા હતા તમામ દુલ્હન ને કરીયાવર ની તમામ વસ્તુઓ આપવામાં આવી હતી અને તમામનુ લગ્ન જીવન ખુબજ ફળદાઈ નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ સમુહ લગ્ન માં મુસ્લીમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા