રામ મંદિર નિર્માણના કાયદામાં સમર્થન આપે તેને જ મત આપવા સાધ સંતોએ કરેલું આહ્વાન

1122

રામજન્મ ભૂમિ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભાવનગર શહેરનાં એવી સ્કુલનાં મેદાન ખાતે વિરાટ ધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ.જેમાં ભાવનગર શહેર ઉપરાંત જીલ્લામાંથી મોટી સંખ્યામાં સાંધો સંતો તેમજ વીએચપીનાં કાર્યકરો તેમજ હિન્દુ સંગઠનોનાં આગેવાનો મોટી સંખ્યામાં ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું ભવ્ય રામ મંદિર અયોધ્યા ખાતે નિર્માણ કરવાના ઉમદા હેતુથી દેશ ભરમાં ફરી એકવાર ભગીરથ અભયાન હાથ ધરવામાં આવેલ છે ત્યારે ગુજરાત ભરમાં વિવિધ શહેરોમાં વિરાટ ધર્મ સભાઓનું આયોજન થઇ રહ્યું છે.જેના ભાગ સ્વરૂપ ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરનાં એવી સ્કુલનાં મેદાન ખાતે આજે કે વિરાટ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું.આ ધર્મ સભા માં ભાવનગર શહેર ઉપરાંત જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં સાધુ-સંતો,વીએચપીનાં કાર્યકરો ,બજરંગ દળનાં કાર્યકરો તેમજ દુર્ગાવાહિનીનાં બહેનો તેમજ હિંદુ સંગઠનોનાં આગેવાનો મોટી સંખ્યામાં વિરાટ ધર્મ સભામાં ઉપસ્થિત રહ્યા હતાં.

આ સભામાં સાધુ સંતોએ રામમંદિર બનાવવાનાં મુદ્દે સરકાર દ્વારા કાયદો ઝડપથી પસાર કરી રામમંદિરનાં નિર્માણ કરવા આહવાન કરેલ. તેમજ હિન્દુઓંને સંગઠિત થઇ અને રામ મંદિર નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કરેલ. આજની આ વિરાટ ધર્મ સભામાં વિશ્વ હિંદુ પરિષદનાં કેન્દ્રીયમંત્રી ઉમાશંકર શર્મા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે વર્તમાન સરકાર જે છે તે પણ એક રામ મંદિર મુદ્દે પક્ષકાર રહી ચુકી છે તેમજ રામ મંદિર બનાવવા મુદ્દે તે કટિબદ્ધ છે પરંતુ ઘણો લાંબો સમય વીતી ગયેલ હોય અને તાજેતર માં જે પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં ઘટના કર્મ ચાલેલ તેનાથી રામ મંદિરની અપેક્ષા પર પાણી ફરી વળેલ છે ત્યારે આગામી ચુંટણીમાં જનતા એવા જ સંસદ સભ્યોને મત આપે કે જે રામમંદિર નિર્માણનાં કાયદામાં સર્મથન આપે નહિતર આગામી ચુંટણીમાં જનતા આવી સરકારને બહુમત નહિ આપે ચુંટણી સમયે જ રામમંદિરનો મુદ્દો કેમ ? તે નાં જવાબ જણાવેલ કે ૧૯૮૪ થી સાધુ સંતોની આગેવાનીમાં વીએચપી દ્વારા રામ મંદિર બનાવવાનું એક બીડું ઝડપેલ છે અને આઝાદી પછી અવિરત આંદોલન ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં જ્યાં સુધી ભવ્ય રામ મંદિર નહિ બને ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.

Previous articleનાયબ મામલતદર વર્ગ-૩ની પરીક્ષા યોજાઈ
Next articleસુસવાટા મારતા પવન સાથે શહેરમાં ઠંડી યાથવત