સુસવાટા મારતા પવન સાથે શહેરમાં ઠંડી યાથવત

1036

છેલ્લા એકાદ સપ્તાહથી રાજયભરની સાથો સાથ ભાવનગરમાં ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે. આજે પણ સુસવાટા મારતા પવન સાથે ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. જયારે ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રો અને રાત્રીના સમયે તાપણાનો સહારો  લઈ રહ્યા છે.

હિમાચલ સહિત ઉત્તરભારતમં હિમવર્ષાના પગલે રાજયભરમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે. અને રાજયમાં કેટલાક જિલ્લાઓ તો તાપમાન ૧૦ ડિગ્રી કરતા પણ નીચે રહ્યું છે. ત્યારે ભાવનગરમાં પણ ઠંડીનું પણ દેખાઈ રહ્યું છે. શહેરમાં આજે ગઈકાલની ૧.૬ ડિગ્રી ઘટીને  આજે લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહેવા પામ્યું હતું. જયારે મહત્તમ તાપમાન રપ.૬ રહ્યું હતું. સાથો – સાથ ૧૮ કી.મી.ની સરેરાશ ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો. જેના કારણે દિવસે પણ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. સુસવાટા મારતા પવન સાથે પડી રહેલી ઠંડીમાં કારણે વહેલી સવારે શાળાએ જતા બાળકો અને નોકરી ધંધે જતાં  લોકો વધારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે અને બપોર સુધી લોકો ગરમ વસ્ત્રોમાં સજજ દેખાઈ રહ્યા છે. શહેરમાં ઠંડીનું પ્રમાણ શરૂ થતાની સાથે જ ગરમ વસ્ત્રોની બજાર લોકોથી ઉભરાવા માંડી છે. જયારે સ્વાસ્થયની જાળવણી અર્થ વહેલી સવારે મોર્નિંગ વોકમાં પણ લોકો જઈ રહ્યા છે. જયારે રાત્રીના સમયે ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો રહ્યા છે.

Previous articleરામ મંદિર નિર્માણના કાયદામાં સમર્થન આપે તેને જ મત આપવા સાધ સંતોએ કરેલું આહ્વાન
Next articleગાંજાના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી