આગામી તા.૯ ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની યોજાનાર ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકોની પણ ચૂંટણી થનાર છે. આ વખતે ઈવીએમની સાથોસાથ પ્રથમ વખત વીવીપેટ મશીનનો ઉપયોગ થનાર છે ત્યારે તંત્ર દ્વારા લોકોમાં મતદાનની જાગૃતિ આવે અને વીવીપેટની જાણકારી મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે આજે શહેરના ઘોઘાગેટ, બિઝનેસ સેન્ટર ખાતે રકતદાન કેમ્પ અને વીવીપેટ મશીનની જાણકારી આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોએ સ્વૈચ્છિક રકતદાન કરવા સાથે વીવીપેટની જાણકારી મેળવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા તંત્રએ જહેમત ઉઠાવી હતી.