ઘોઘાગેટ ચોકમાં આખલાનો આતંક

1261

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે રાહદારીઓ તથા વાહન ચાલકોને ઈજા થવા ઉપરાંત મૃત્યુ થયાના બનાવો પણ ભૂતકાળમાં બની ગયા છે છતાં તંત્ર દ્વારા શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દુર કરવામાં આવતો નથી ત્યારે આજે શહેરના હાર્દસમા ઘોઘાગેટ ચોકમાં એક આખલાએ આતંક મચાવ્યો હતો અને ઘોઘાગેટથી મોતીબાગ રોડ પર સતત બે કલાક સુધી તોફાન કરેલ અને રસ્તા ઉપર નિકળતા રાહદારીઓ તથા વાહન ચાલકોને અડફેટે લીધા હતા ત્યારે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડના સ્ટાફે દોઢેક કલાકની ભારે જહેમત બાદ આખલાને બાંધવામાં સફળતા મેળવી હતી ત્યારે લોકોએ તથા ત્યાંના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

Previous articleકાળીયાબીડમાં દબાણ મામલે બબાલ મ્યુ. તંત્ર અને બિલ્ડર આમને-સામને
Next articleસત્તા કે સંપત્તિ જીવન નિર્વાહ પુરતી મેળવવી એ દરેક માનવનું કર્મ છે