ચિદમ્બરમની ૧૧ જાન્યુઆરી સુધી અટકાયત થઇ શકશે નહીં

567

એરસેલ-મેક્સિસ કેસમાં પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમને રાહત મળવાનો સિલસિલો જારી છે. હવે ૧૧મી જાન્યુઆરી સુધી ચિદમ્બરમની ધરપકડ કરી શકાશે નહીં. સ્પેશિયલ જજ ઓપી સૈનીએ ચિદમ્બરમ અને તેમના કાર્તિને આપવામાં આવેલી રાહતને આજે લંબાવી હતી. સીબીઆઈ અને ઇડી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, નવી સામગ્રી જે રિકવર કરવામાં આવે છે તેમાં હજુ તપાસ બાકી છે. હવે આ કેસમાં આ બંનેની ૧૧મી જાન્યુઆરી સુધી ધરપકડ કરી શકાશે નહીં. બીજી બાજુ આ કેસમાં આરોપી લોકો સામે ખટલો ચલાવવા પરવાનગી મેળવવા સીબીઆઈને આ મહેતલ આપવામાં આવી હતી.

અગાઉ દિલ્હી કોર્ટે ધરપકડથી રક્ષણની અવધિ ૨૬મી નવેમ્બર સુધી વધારી દીધી હતી. ચિદમ્બરમે આ વર્ષે અનેક પ્રકારની કાયદાકીય ગૂંચનો સામનો કર્યો છે. કોર્ટે તે પહેલા અનેક વખત ચિદમ્બરમ અને તેમના પુત્રને રાહત આપી છે અને ધરપકડ સામે મનાઈ હુકમ મુક્યો છે. ૮મી ઓક્ટોબરના દિવસે ચિદમ્બરમ અને તેમના પત્ર કાર્તિને ધરપકડથી વચગાળાની સુરક્ષાની અવધિ વધારીને પહેલી નવેમ્બર કરી દીધી હતી. ત્યારબાદ ૨૬મી નવેમ્બર કરવામાં આવી હતી. છેલ્લે પણ રાહતનો સિલસિલો જારી રહ્યો હતો. ચિદમ્બરમે આ વર્ષે ૩૦મી મેના દિવસે ધરપકડથી બચવા માટે અરજી દાખલ કરી હતી. ત્યારબાદથી ચિદમ્બરમને અનેક વખત રાહત મળી ચુકી છે.  એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૨૫મી ઓક્ટોબરના દિવસે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આની સાથે જ ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો થયો હતો. ઇડી દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં પુરક ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કુલ નવ લોકોને આરોપી બનાવામાં આવ્યા છે. ખાસ બાબત એ હતી કે, ચિદમ્બરમને આરોપી નંબર ૧ તરીકે બનાવવામાં આવ્યા હતા. કાર્તિ ચિદમ્બરમ દ્વારા વર્ષ ૨૦૦૬માં એરસેલ-મેક્સિસ ડિલ હેઠળ વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડ (એફઆઈપીબી)ની મંજુરી મળવાના મામલામાં તપાસ સીબીઆઈ અને ઇડી દ્વારા કરવામાં આવી રહી છે. એ વખતે ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. તેમના ઉપર આક્ષેપ છે કે, તેઓએ એરસેલ-મેક્સિસને એફડીઆઈની ભલામણો માટે આર્થિક મામલાઓની કેબિનેટ સમિતિની ભલામણોને નજરઅંદાજ કરી દીધી હતી. ઇડીના કહેવા મુજબ એરસેલ-મેક્સિસ ડિલમાં ચિદમ્બરમ દ્વારા કેબિનેટની મંજુરી લીધા વગર જ મંજુરી આપી હતી જ્યારે આ બિલ ૩૫૦૦ કરોડ રૂપિયાનું હતું. ઇડીએ ચિદમ્બરમના પુત્ર કાર્તિ સામે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ તેમની સામે પુરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.

Previous articleસબરીમાલામાં ચાર ટ્રાન્સજેન્ડર્સે ભગવાન અયપ્પાના દર્શન કર્યાં
Next articleમોદી ખેડૂતોના દેવા માફ ન કરે ત્યાં સુધી ઊંઘવા નહીં દઇએ : રાહુલ ગાંધી