ઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામું આપવા મામલે નાણાપ્રધાન અરૂણ જેટલીએ નિવેદન આપ્યું. જેટલીએ કહ્યું કે સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની માગ કરી નથી. પાછલા થોડા સમયથી આરબીઆઈ અને સરકાર વચ્ચે રોકડ સમસ્યા સહિત અન્ય મુદ્દાઓને લઈને તકરાર ચાલી રહી છે. જેટલીએ એક ખાનગી નેશનલ ન્યુઝ ચેનલના એજન્ડામાં કહ્યું કે સરકારને ચાલુ વર્ષ દરમિયાન આરબીઆઈની આરક્ષિત પૂંજી ભંડારમાંથી એક ફૂટી કોડીની પણ આવશ્યકતા નથી. મહત્વનું છે કે ઉર્જિત પટેલે અચાનક આરબીઆઈ ગવર્નર પદથી રાજીનામું આપ્યા બાદ સરકારે પૂર્વ આઈએએસ અધિકારી શશીકાંત દાસને નવા ગવર્નર બનાવ્યા છે.