જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ અને જીલ્લા રોગચાળા અધિકારી ડો. ચિંતનદેસાઈના માર્ગદર્શન મુજબ ધંધુકા શહેર કે.કે.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત કાર્ય શિબિર, પપેટ શો, નાટક, ચિત્ર પ્રદર્શન અને વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલ, આ પ્રોગ્રામ આકરૂં મેડિકલ ઓફિસર ડો. સિરાજ દેસાઈ, અર્બન હેલ્થ ઓફિસર ડો. યોગેન્દ્ર રાઠોડ, તાલુકા આઈ.ઈ.સી. અધિકારી ગીરીશ સોલંકી, કોલેજના આચાર્ય જી.આર. પરમાર કોલેજના પ્રોફેસરો, આરોગ્ય ટીમ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં, આ પ્રસંગે અર્બન હેલ્થ ઓફિસર ડો. યોગેન્દ્ર રાઠોડએ જણાવ્યું કે તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વમાં પપ લાખથી વધુ લોકો મોતને ભેટે છે, ભારતમાં દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકો મોતને ભેટે છે. ભારતમાં તમાકુના સેવનથી દરરોજ ર૭૦૦થી વધુ લોકો મૃત્યુ પામે છે અને દર મિનિટે ર વ્યક્તિ મોતને ભેટે છે. ભારતમાં ૧૦૦ કેન્સર, હૃદયના રોગો થવાની સંભાવના ખુબ જ વધી જાય છે. આવા રોગોને લીધે આર્થિક અને માનસિક રીતે સહન કરવું પડે છે. આ પ્રસંગે આરોગ્ય ટીમ દ્વારા પપેટ શો અને નાટક દ્વારા તમાકુંથી થતા નુકશાન અંગે લોકજાગૃતિ માટેની સમજણ આપવામાં આવેલ.