(જીએનએસ) નવીદિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તેલંગાણા, તામીલનાડુ અને ગુજરાતના રાજકોટમાં એમ્સની સ્થાપના કરવાના નિર્ણયની વહેતી થયેલી વાતો અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરતા જણાવેલ કે ગુજરાતના રાજકોટને એમ્સ ફાળવ્યાનીવાત ખોટી છે. કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા તેલંગાણા અને તામીલનાડુને જ એમ્સ હોસ્પિટલ ફાળવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ગુજરાતના મિડીયામાં રાજકોટને એમ્સ નિર્માણની સરકારે મંજુરી આપી દીધી તેવા સમાચારો ચલાવી રહ્યાં છે તે તદ્દન ખોટા હોવાનું જણાવેલ. આ પહેલા કેન્દ્રીય મંત્રી મંડળે સોમવારે તામીલનાડુના મદુરે અને તેલંગાણાના બીબીનગરને એમ્સ સ્થાપવાની મંજુરી આપી છે. કેન્દ્રીય મંત્રી મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રસ્તાવને મંજુરી આપી હતી. મદુરૈમાં ૧ર૬ર કરોડ અને બીબીનગરમાં ૧૦ર૮ કરોડના ખર્ચે એમ્સનું નિર્માણ થશે. ૭પ૦ બેડવાળી હોસ્પિટલમાં ૧પ થી ર૦ સુપર સ્પેશ્યાલીસ્ટ વિભાગ હશે તેમાં આરોગ્યની સારવાર અને જાણકારી આપવામાં આવશે. આમ રાજકોટને એમ્સ હોસ્પિટલ ફાળવ્યાની વાતને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ખોટી ગણાવી હતી.