ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સારવદર ગામે તેજુબેન એન. બારૈયાની વાડીના કુવામાંથી ૩૦ થી ૩પ વર્ષની ઉપરના એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા લાશને ઘોઘા પોલીસ દ્વારા સર.ટી. હોસ્પિટલના પી.એમ. રૂમમાં ખસેડાયેલ છે. આ લાશ બાબતેની જાણ કોઈને થાય તો ઘોઘા પોલીસ અથવા સર.ટી. હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં લાશ નેપાળી યુવકની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.