ગંગાજળિયા પો.સ્ટે ના કે.જે. રાણાની સુચના ભાગે રૂપે ગંગાજળીયા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન આગરીયાવાડના નાકા પાસે આવતા રવિભાઇ ઉફે ઠુઠો પ્રવીનભાઈ ચુડાસમા ઉ.વ- ૨૦ રહે.ક.પરા ભાવનગર વાળો એક કાળા કલરનુ એકટીવા આગળ પાછળ નંબર વગરનુ લઈ નીકળતા તેની પાસે એકટીવા ના બીલ તથા દસ્તાવેજી કાગળો માગતા નહી હોવાનુ જણાવતા સદરહુ એકટીવા પાંચ દિવસ પહેલા ક.પરા મા રહેતો દેવાંગ ઉફે દેવો રાજેશભાઈ મકવાણા એ આપેલા નુ જણાવતા આ એકટીવા મજકુરે છળ કપટથી અથવા ચોરીથી મેળવેલ શંકાસ્પદ મીલ્કત હોય જેની કિં.રૂ.૫૦.૦૦૦ ગણી સીઆરપીસી કલમ.૧૦૨ મુજબ કબજે કરેલ અને મજકુરને સીઆરપીસી કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી ધોરણસર ની કાર્યવાહી કરી છે. સદર વાહન ચોરી નો ગુનો નિલમબાગ પોલીસ સ્ટેશનમા ફ.૨૭૩/૧૮ થી રજી થયેલ છે