ખજુરાહો ખાતે રાષ્ટ્રીય જળ સંમેલનમાં ઈશ્વરીયાના કાર્યકર્તા મુકેશકુમાર પંડીતને આમંત્રણ મળતા સામેલ થશે. અહીં જળપુરૂષ રાજેન્દ્રસિંંઘજી સાથે અન્ના હજારે માર્ગદર્શન આપશે.
રાષ્ટ્રીય કક્ષાએ જળ જન જોડો અભિયાન અંતર્ગત આગામી શનિવાર તા.ર તથા રવિવાર તા.૩ દરમ્યાન બુંદેલખંડના ખજૂરાહો ખાતે રાષ્ટ્રીય જળ સંમેલન યોજાશે. ‘દુષ્કાળ મુકત ભારત હેતુ.
જળ સંરક્ષણ તથા નદી પુનર્જિવન’ વિષ્ય પર આ સંમેલનમાં અભિયાનના પ્રેરક જળપુરૂષ રાજેન્દ્રસિંઘજી સાથે અન્ના હજારે માર્ગદર્શન આપશે. આ સંમેલનમાં ઈશ્વરીયાના કાર્યકર્તા મુકેશકુમાર પંડીતને આમંત્રણ મળતા સામેલ થશે. અહીં કેટલાક રાજયોના મુખ્યમંત્રી અને કાર્યકર્તાઓ જોડાનાર છે.
ઉલ્લેખનીય છે કે, પંડીત રાષ્ટ્રીય નદી નીતિ સૂચિત બંધારણ સાથે પણ જોડાયા હતા. તથા ગુજરાતમાં નદી નીતિ અમલી કરવા ગુજરાત સરકાર સાથેની બેઠકોમાં પણ મહત્વની ભૂમિકામાં રહ્યા છે.
અગાઉ બિહાર સરકાર દ્વારા પણ તેઓને દિલ્હી ખાતેની રાષ્ટ્રીય કાર્યશાળા બેઠક માટે સામેલ કરાયા હતા.