લોન માફીના મુદ્દા ઉપર છેડાયેલી ચર્ચામાં સામેલ થતાં સરકારી થિંક ટેંક નીતિ આયોગે આજે કહ્યું હતું કે, લોન માફી જેવી હિલચાલ ખેડૂતોને તાત્કાલિક તકલીફને દૂર કરશે પરંતુ ખેડૂતોની લાંબાગાળાની તકલીફોને દૂર કરી શકાશે નહીં. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આ મુદ્દા પર સરકાર ઉપર દબાણ લાવી ચુક્યા છે. તેઓ કહી રહ્યા છે કે, જ્યાં સુધી ખેડૂતોની લોન માફી થશે નહીં ત્યાં સુધી મોદીને શાંતિથી રહેવા દેવાશે નહીં.
નીતિ આયોગના નાયબ અધ્યક્ષ રાજીવ કુમારે ન્યુ ઇન્ડિયાએટદરેટ ૭૫ દસ્તાવેજ માટે તેની વ્યૂહરચના જારી કરવામાં આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કૃષિ લોન માફી કૃષિ સેક્ટરની કટોકટીને દૂર કરવા માટેનો ઉકેલ નથી.
નીતિ આયોગના સભ્ય અને કૃષિ નિષ્ણાત રમેશચંદે પણ કુમારના અભિપ્રાય સાથે સુર પુરાવ્યો હતો અને કહ્યું હતું કે, લોન માફીમાં સૌથી મોટી સમસ્યા એ છે કે, આના કારણે ખેડૂતોના એક ટૂંકા વર્ગને જ ફાયદો થશે. સૌથી ગરીબ રાજ્યોમાં લોનમાફીથી માત્ર ૧૦થી ૧૫ ટકા ખેડૂતોને જ ફાયદો થઇ રહ્યો છે. સંસ્થાકીય લોન ખુબ ઓછી સંખ્યામાં ખેડૂતો મેળવે છે. ઘણા રાજ્યોમાં ૨૫ ટકા કરતા ઓછા ખેડૂતો સંસ્થાકીય લોન લઇ ચુક્યા છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, સંસ્થાકીય લોનના સંદર્ભમાં જ્યારે ખેડૂતોના મૂલ્યાંકનની વાત કરવામાં આવે છે ત્યારે રાજ્યોમાં સ્થિતિ જુદા જુદા પ્રકારની છે. કૃષિ લોન માફી ઉપર સરકારે જંગી નાણાં ખર્ચ કરી રહી નથી. કેગના રિપોર્ટમાં પણ કહેવામાં આવી ચુક્યું છે કે, કૃષિ લોન માફીથી કોઇ ફાયદો થનાર નથી. કૃષિ સેક્ટરમાં રેલી સમસ્યા આના લીધે ઉકેલાશે નહીં. કુમાર અને ચંદ બંનેએ કહ્યું હતું કે, નીતિ આયોગ કૃષિ સેક્ટરમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારા પગલાના સંદર્ભમાં રાજ્યોને ફાળવણી સાથે લિંક કરવા કૃષિ મંત્રાલયને સૂચન કરશે. જીએસટીના સંદર્ભમાં પ્રશ્નના જવાબમાં કુમારે કહ્યું હતું કે, સરેરાશ રેટ વધી ગયેલા સંસાધનો સાથે ૧૫ ટકા સુધી છે. કરવેરાની જાળ પણ વધી રહી છે. નોકરીની તકોના સંદર્ભમાં નીતિ આયોગના ઉપપ્રમુખે કહ્યું હતું કે, રોજગારીના મોરચા ઉપર કટોકટી યોગ્ય શબ્દ છે તેમ તેઓ માનતા નથી. રોજગારીની પરિસ્થિતિને લઇને અમે ચિંતિત છીએ. હકીકતમાં તેઓ એવા અર્થશાસ્ત્રીઓ પૈકી એક છે જે માને છે કે, અમારી પોલિસી ટાર્ગેટ રોજગારલક્ષી રહે તે જરૂરી છે. આનાથી ગ્રોથની તકો વધશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર ક્ષેત્રિય અમાનતાની દિશામાં કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ન્યુઇન્ડિયા માટેની જે વ્યૂહરચના છે તે રજૂ કરાયા બાદ આયોગ ૧૫ વર્ષના વિઝન ડોક્યુમેન્ટ ઉપર કામ કરશે.
નીતિ આયોગ વ્યૂહરચના નાણામંત્રી દ્વારા રજૂ કરાઇ
નાણામંત્રી અરુણ જેટલીએ આજે ન્યુ ઇન્ડિયા માટેની નીતિ આયોગની વ્યૂહરચના રજૂ કરી હતી. આ પેપરમાં ૨૦૨૨માં તેની સ્વતંત્રતાના ૭૫માં વર્ષમાં દેશ માટે મોટા ઉદ્દેશ્યો હાસલ કરવાની વાત કરવામાં આવી છે. અરુણ જેટલીએ કહ્યું હતું કે, ભારતીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ યુગમાં અમે ઉભા છીએ જ્યાં અમને ગુમાવી દીધેલી તકોને ફરી ઉભી કરવી પડશે. જો કે, જેટલીએ કબૂલાત કરી હતી કે, ૧૯૯૧ બાદથી આર્થિક સુધારાઓના ઇચ્છિત પરિણામ મળી શક્યા નથી.
તેમણે કહ્યું હતું કે, સુધારાઓ ઉપર ભાર આપવાની સાથે સાથે સામાજિક ગંભીરતા અને ઇચ્છા શક્તિ પણ જરૂરી રહેલી છે. નીતિ આયોગની વ્યૂહરચનાના પેપર મુજબ સરકાર ટેક્સ ટુ જીડીપી રેશિયોને વધારીને ૨૨ ટકા કરવા માટે ઇચ્છુક છે. આર્થિક વિકાસદરની ગતિને આઠ ટકા કરવા ઇચ્છુક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતીય રેલવે માટે એક સ્વતંત્ર રેગ્યુલેટર સ્થાપિત કરવાની ઇચ્છા ધરાવે છે. વ્યૂહરચના પેપરમાં અન્ય અનેક મત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેક્સ ટુ જીડીપી રેશિયો વધારવાને લઇને મહત્વપૂર્ણ ફેરફારોનો દોર સરકારના આંતર મંત્રાલયોમાં ચાલી રહ્યો છે. મોદી દ્વારા નવા દિશા નિર્દેશો પણ કરવામાં આવ્યા છે.