હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ફરી એકવાર પ્રેમમાં પડી હોવાના હેવાલ મળ્યા છે. આ વખતે તે અબજોપતિ ઇલોન મુસ્કના પ્રેમમાં છે. અમ્બેર હિયર્ડે અબજોપતિ ઇલોન સાથેના તેના ફોટો ઇસ્ટાગ્રામ પર અપલોડ કરીને તમામને ચોંકાવી દીધા છે. જેમાં તે ઇલોન સાથે ખુબ હળવાશના મુડમાં ખુશખુશાળ નજરે પડી રહી છે. ઇલોનના ચહેરા પર લિપ્સ્ટિક સાથે કિંસિગના નિશાનને સ્પષ્ટ પણે જોઇ શકાય છે. તેના ગાળ પર રેડ લિપ્સ્ટિક માર્ક સરળાથી જોઇ શકાય છે. ૪૫ વર્ષીય ઇલોન અને ૩૧ વર્ષીય અમ્બેર વચ્ચે ખુબ સારી કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ઇલોને પણ તેના પોતાના ઇન્સ્ટાગ્રામ પર આવા જ ફોટો અપલોડ કર્યા છે. જેમાં લખ્યુ છે કે આ ઓસ્ટ્રેલિયાના ફોટો છે. જાણકાર લોકો કહે છે કે અમ્બેર અને ઇલોન સૌથી પહેલા વર્ષ ૨૦૧૬માં એકસાથે દેખાયા હતા. એ વખતે અમ્બેર હિયર્ડ ભારે મુશ્કેલીમાંથી માનસિકરીતે પ્રસાર થઇ રહી હતી. કારણ કે અમ્બેરના અભિનેતા પતિ જોની ડેપ સાથે સંબંધ તુટી ગયા હતા.
હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ફરી એકવાર પ્રેમમાં પડી હોવાના હેવાલ મળ્યા છે.